ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં 6 શખ્સોએ મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો - criminal news

ગોંડલમાં એક મહિલા પર 6 વ્યક્તિઓ દ્વારા સામુહિક દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે છે. રાજકોટની મહિલાને ગોંડલના વાડી વિસ્તારમાં લઈ જઈ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ચાર લાઇનબોય સહિત છ આરોપીને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

ગોંડલમાં 6 શખ્સોએ મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો
ગોંડલમાં 6 શખ્સોએ મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો

By

Published : Oct 10, 2021, 5:05 PM IST

Updated : Oct 10, 2021, 8:38 PM IST

  • આરોપીઓમાં મોટા ભાગના પોલીસ પુત્રો હોવાનું આવ્યું સામે
  • મહિલાએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં છ શખ્સ સામે નોંધાવી ફરિયાદ
  • છ શખ્સોએ વારાફરતી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું આવ્યું સામે

રાજકોટ : રાજકોટમાં 50 વર્ષીય મહિલા સાથે છ શખ્સોએ દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. ગત રાતે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મહિલા ગઈકાલે શનિવારે સાંજના સમયે ગોંડલના બસસ્ટેન્ડ પાછળ અમૃત હોટેલ પાસે ઊભા હતી ત્યારે, ત્યાંથી ઇકો ગાડી વાળો દાફડા નામનો શખ્સ અને તેની આવેલ અન્ય એક અજાણ્યા શખ્સે મહિલા સાથે બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી કરી હતી. ત્યારબાદ તે લોકો જતા રહ્યા હતા અને રાત્રીના સમયે ફરીથી દાફડા નામનો શખ્સ બાઇક લઇને આવ્યો અને રાત્રીના સમયે બાઇકમાં બેસાડી ગોંડલ માર્કેટિંગ યાર્ડ નજીક મૂકી જતો રહ્યો હતો.

સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી

ત્યારબાદ કોઈ અજાણ્યા પાંચથી છ શખ્સો બાઇકમાં આવ્યા અને તેઓ દાફડાના સબંધી હોવાનું જણાવી ત્યાંથી, આ મહિલાને બાઇક પર બળજબરી પૂર્વક વાડીમાં લઇ ગયા હતા. ત્યાં આ નરાધમોએ રાત્રીના બાર વાગ્યાથી સવારના પાંચેક વાગ્યા સુધી વારાફરતી મહીલા ઉપર શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેને કારણે મહીલાને શરીર ઉપર ઇજા થતાં અને દુખાવો થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસે આરોપીઓની કરી ધરપકડ

બનાવની જાણ થતા મહિલાના પરિવારજનો હોસ્પિટલ દોડી ગયા

મહિલા સાથે બનેલા બનાવ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવતા, તેઓ રાજકોટ સિવિલ પહોંચી ગયા હતા. આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફને જાણ કરતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા. અને મહિલાનું નિવેદન લેતા જાણવા મળ્યું કે, ભોગ બનનાર મહીલાના પિતા હયાત નથી. તેથી તો રસોડાના વ્યવસાય સાથે જોડાયેલ હતી. અને નિત્યક્રમ મુજબ તેના કામે જતા આ ધટનાની શીકાર બની હતી.

6 નરાઘમો વિરોદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

પોલીસે આરોપી અજય વિનોદ દેરવાડિયા, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરના પુત્ર કલ્પેશ નરશી પરમાર, SRPના હેડ કોન્સ્ટેબલના પુત્ર નિખિલ ચંદુ દાફડા, SRPના પુત્ર પ્રવીણ સોમા પરમાર, નિવૃત્ત ASIના પુત્ર મહેશ ભીખા માનસુરિયા તથા રાહુલ મનસુખ રાદડિયાને સકંજામાં લઇ આરોપીઓ વિરોદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

આ પણ વાંચો : મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા

આ પણ વાંચો : ચીખલી કસ્ટોડિયલ હત્યા પ્રકરણમાં આરોપી PSI એમ.બી.કોકણીની ધરપકડ કરાઇ

Last Updated : Oct 10, 2021, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details