ગોંડલઃ તાલુકામાં લોકડાઉનનો ભંગ કરી કેટલાંક લોકો રાત્રે ફરવા નીકળે છે. જેથી તંત્ર દ્વારા નાઈટ વોકિંગ કરવા નીકળેલા 22 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પણ સામેલ છે. ગોંડલના વિવિધ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા લોકડાઉનનો ઉલાળિયો કરી વોકિંગ કરવા નીકળતા હોય તેવી વ્યાપક પ્રમાણમાં ઉઠેલી ફરિયાદોને લઈને પોલીસ દ્વારા સપાટો બોલાવામાં આવ્યો છે. જેમાં રમણિક છગનભાઇ સતાસીયા, વિજય મનસુખભાઇ હડિયા, અવનીબેન વિશાલભાઈ ભેંસાણીયા, કૈલાશબેન નિકુંજભાઈ અદરોમ, ભાવનાબેન મનસુખભાઇ કથીરિયા, ગીતાબેન સુરેશભાઈ કથીરિયા, ઉષાબેન મનસુખભાઇ ભાલારા (પૂર્વ પ્રમુખ ગોંડલ નગરપાલિકા) તેમજ રૂપાબેન ભરતભાઈ ઉનડકટ ઝડપાઇ સહિત લોકોની ધરપકડ કરી હતી.
ગોંડલમાં લોકડાઉનના નિયમનો ભંગ કરતા 22 લોકો ઝડપાયા - ગોંડલ ન્યૂઝ
ગોંડલ તાલુકામાં લોકડાઉનનો ભંગ કરીને નાઈટ વોકિંગ કરવા નીકળેલા લોકો ઝડપાયા છે. જેમાં ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પણ સામેલ છે.
![ગોંડલમાં લોકડાઉનના નિયમનો ભંગ કરતા 22 લોકો ઝડપાયા lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6879413-41-6879413-1587456866944.jpg)
lockdown
પોલીસે તમામ ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અન્ય નાગરિકોને લોકડાઉનના નિયમનો પાલન કરવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત દેવપરા, ભગવતપરા, આવાસ ક્વાર્ટર, મતવાનો ઢોરો, મોટી બજારમાં પણ લોકો લોકડાઉનના નિયમનો ભંગ કરતાં હોવાથી આ વિસ્તારોમાં પેટ્રોલિંગની માગ ઉગ્ર બની છે.