ગુજરાત

gujarat

જેતપુરમાં 19 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલા 21 મૃતદેહની અંતિમવિધિ થઈ

By

Published : Apr 20, 2021, 4:52 PM IST

રાજકોટ શહેરના જેતપુરમાં છેલ્લા 19 દિવસમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા 21 લોકોના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેતપુર-નવાગઢ નગરપાલિકા સંચાલિત અંતિમધામમાં આ તમામ મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવી હતી. જેતપુરની બહારના 11 મૃતદેહોની પણ અહીં અંતિમક્રિયા થઈ હતી.

જેતપુરમાં 19 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલા 21 મૃતદેહની અંતિમવિધિ થઈ
જેતપુરમાં 19 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલા 21 મૃતદેહની અંતિમવિધિ થઈ

  • જેતપુરની બહારના 11 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા
  • 1 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન 21 મૃતદેહની અંતિમ વિધિ કરાઈ
  • લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા ETV Bharatની અપીલ

રાજકોટઃ રાજ્ય અને દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હવે તો ગામડાઓમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકો મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે વેઈટિંગમાં ઉભા રહે છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકા સંચાલિત અંતિમધામમાં 1થી 19 એપ્રિલ સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારા 21 લોકોના મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. કોરોનાથી મૃત્યુ પામનારા 21 લોકોમાંથી મોટાભાગના જેતપુર બહારના હતા. કોરોનાથી મૃત્યુ પામનારા જેતપુરના 10 લોકોના મૃતદેહોની પણ અંતિમક્રિયા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃરાજકોટમાં આ સ્મશાનના સંચાલકે એક વર્ષમાં 1,600 મૃતદેહોની કરાવી અંતિમવિધિ

રાજકોટ જિલ્લામાં પણ કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે

જેતપુર બહારથી આવીને જેતપુરમાં અંતિમક્રિયા કરનારાનો આંકડો 11એ પહોંચ્યો હતો. આમ જોઈએ તો દેશમાં અને રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની આંકડો સતત વધી રહ્યો છે ત્યારે ETV Bharat અપીલ કરી રહ્યું છે કે, બિનજરૂરી ઘરની બહાર ન નીકળો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 ગાઈડલાઈન્સનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.

1 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન 21 મૃતદેહની અંતિમ વિધિ કરાઈ

આ પણ વાંચોઃમહેસાણામાં એક જ દિવસમાં 20 કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર થયા

રાજ્યમાં કોરોનાના કેસ 11,000ને પાર

ઉલ્લેખનીય છે કે, સોમવારે જ નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉનની અત્યારે કોઈ જરૂર નથી. આ સાથે તેમણે એ પણ કહ્યું હતું કે, લૉકડાઉનના કારણે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. રાજ્યમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. સોમવારે કોરોનાના નવા કેસ 11,000ને પાર એટલે કે 11,403 નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details