- આયુર્વેદિક ડૉક્ટરને 58 પ્રકારના ઓપરેશન માટેની મંજૂરી
- ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા વિરોધ
- IMA ડૉક્ટરની દેશભરમાં હડતાળ
રાજકોટઃ CCIM દ્વારા તાજેતરમાં આયુર્વેદિક ડૉક્ટરને 58 પ્રકારના ઓપરેશન માટેની મંજૂરી આપી છે. જેનો ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે આજે વિરોધના ભાગરૂપે IMA દ્વારા એક દિવસની હડતાળ કરવામાં આવી છે. જેને રાજકોટમાં ડૉક્ટરો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. આ અંગે રાજકોટ IMA પ્રેસિડેન્ટ ડૉ. જય ધીરવાણીએ ETV ભારત સાથે વાતચીત કરી હતી.
દેશના 3 લાખથી વધુ ડૉક્ટર હડતાળમાં જોડાયા
IAM દ્વારા યોજવામાં આવેલી દેશવ્યાપી હડતાળમાં રાજકોટના 1800 કરતા વધુ, રાજ્યના 25 હજાર કરતા વધુ અને સમગ્ર દેશના 3 લાખ કરતા પણ વધુ ડૉક્ટરો આ હડતાળમાં જોડાયા છે. જો કે આ હડતાળ દરમિયાન ડૉક્ટરોએ કોવિડ સેવાઓ અને ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ કામગીરી બંધ રાખીને CCIMના આયુર્વેદિક ડૉક્ટર દ્વારા સર્જરીના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે. જ્યારે એલોપેથિના ડૉક્ટરો સામે આયુર્વેદિક ડૉક્ટર અંગેનો નિર્ણયને યોગ્ય ન હોવાનું પણ જણાવ્યું છે.