રાજકોટ: રાજકોટ જિલ્લાના વિકાસની સાથે તેના વિસ્તારમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીનોના ખરાબા આવેલા છે. ત્યારે આ ખરાબા ઉપર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે અને રહેણાંક મકાનો તેમજ એપાર્ટમેન્ટ બનાવી નાખ્યા છે અને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને આજે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા શહેરના રૈયા વિસ્તારમાં આવેલી કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું તંત્ર દ્વારા નોટિસ: અહીં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને વહીવટી તંત્ર દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ તેમણે સરકારી જમીન ઉપરથી કબજો છોડ્યો નહોતો. જેના કારણે રૈયાધાર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અહીં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અહી અંદાજે 18 કરોડની કિંમતી સરકારી જમીન પરનુ દબાણ દૂર કરાયું હતું.
રાજકોટ શહેરના ઈન્ચાર્જ, મામલતદાર આર. બી. ગઢવી, સર્કલ ઓફિસર તથા સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રૈયાધારની સરકારી ખરાબાની સર્વે નં 318/1 પૈકી 1ની કુલ અંદાજિત 3500 ચો.મી. જમીન સંદર્ભે ડિમોલીશન કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં જેટકોના રૈયાધાર 66 કે.વી. સબ સ્ટેશનને ફાળવવાની થતી 1850 ચો.મી. જમીનનો સમાવેશ થાય છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત 18 કરોડ રૂપિયા થાય છે.
વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું અસામાજિક તત્વોનો કબજો:રાજકોટ મહાનરપાલિકામાં નવા ભડેલા વિસ્તાર એવા વાવડી, ઘંટેશ્વર, મવડી ગામ, કોઠારીયા અને મુંજકા વિસ્તારમાં કરોડો રૂપિયાની સરકારી જમીનો આવેલી છે. જેના ઉપર અસામાજિક તત્વો દ્વારા વર્ષોથી અડ્ડો જમાવવામાં આવ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો અસામાજિક તત્વો દ્વારા રહેણાંક મકાનોના બાંધકામ કરીને તેને વહેંચવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે આ મામલે વહીવટી તંત્ર સજાક બન્યું છે. તેમજ સરકારી જમીન અને ખરાબા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર કબ્જા મામલે વહીવટી તંત્ર દ્વારા અગાઉ નોટિસો ફટકારવામાં આવી રહી છે અને ત્યારબાદ આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- Rajkot: દિવાળી પહેલા ભેળસેળિયા બેફામ, રાજકોટમાંથી 500 કિલો વાસી માવો ઝડપાયો
- Bharuch News: અંકલેશ્વરમાં 'વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ભરુચ'નો શુભારંભ, કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિ