- ધોરાજીમાં પતિએ પત્નીની કરી હત્યા
- ફ્લોર પરથી ધક્કો મારતા પત્નીનું મોત
- પતિ-પત્ની વચ્ચેના થયેલા ઝગડામાં પત્નીની હત્યા
રાજકોટ : જિલ્લામાં ધોરાજીની ચિસ્તીયાનગર કોલીનીમાં રહેતી મહિલા જીન્નત અને તેમના પતિ ઇમ્તીયાઝ દલાલ વચ્ચે છેલા ઘણા મહિનાથી ઝગડાઓ થતા હતા અને બબાલ પણ થતી હતી. આ બબાલને કારણે પતિ ઈમ્તિયાઝે આવેશમાં આવીનેે પત્ની જીન્નત જયારે પોતાની ગેલેરીમાં બેઠી હતી ત્યારે તેના પતિ ઇમ્તીયાઝ દ્વારા ધક્કો મારી દીધો હતો.
આ પણ વાંચો : ઉમરગામના ફણસા ગામે પતિએ કરી પત્નીની હત્યા, 2 બાળકો બન્યા નોંધારા
હત્યાની જાણ થતાં પોલીસ ઘટનાસ્તળે દોડી આવી હતી
ઉપરથી નીચે પટકાતા મહિલાનું મોત થયું હતું. પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં જે રીતે પતિ દ્વારા પત્નીની હત્યા કરી દેવામાં આવી તે અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબ્જો લઇનેે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.