- પતીએ પત્નીના માથાના ભાગે તીક્ષ્ણ ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી
- હોળીમાં ચણાં નાખવાનું ભૂલી જતાં પતીએ કરી હત્યા
- 108નાં તબીબે ઈલમાને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી
રાજકોટ: ગત 21 માર્ચે હોળીની રાત્રે ત્રંબા ગામે વાડીમાં રહી ખેતમજૂરી કરતા મંકર અને તેના પત્ની વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાં ઉશ્કેરાઈ પતી મંકરે તેના પત્નીને ખેતી કામ કરવાની કોષ માથામાં ફટકારી હતી, જેના કારણે પત્નીનું મોત નિપજ્યું હતું. પત્નીનું મોત થયા બાદ મંકર ત્યાંથી નાસી છૂટયો હતો, ગામના લોકોને સમગ્ર ઘટનાનો ખ્યાલ આવતા તેમણે આજીડેમ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આરોપી મંકરને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા પતીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલા હથિયારને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.