- રાજકોટમાં પરપ્રાંતિય પતિએ કરી પત્નીની હત્યા
- સામાન્ય બોલચાલમાં બની મોટી ઘટના
- પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટ: રાજકોટ જિલ્લામાં હોળીપર્વના દિવસે ત્રંબા ગામમાં પરપ્રાંતિય પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થતા, ગુસ્સે ભરાયેલ પતિએ પત્નિના માથા પર બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી હતી.જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. હાલ આજીડેમ પોલીસે આ અંગે આરોપી પતિને પકડવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં પરપ્રાતિંય પતિ-પત્ની વચ્ચે ઝગડો, પતિએ કરી પત્નીની હત્યા આરોપીની પોલીસે ધરપકડ કરી છેઆ ઘટના અંગે આજીડેમ પોલીસને જાણ થતા મોડી રાતે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુળ મધ્યપ્રદેશના પતિ-પત્નિ ત્રંબામાં ધર્મેશભાઇ ટીંબડીયાની વાડીમાં બે વર્ષથી ભાગીયુ વાવતા હતાં અને મજૂરી કરતાં હતાં. પોલીસે વિશેષ વિગતો મેળવવા તપાસ યથાવત રાખી છે.