ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક થઇ - Marketing yard news

રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક જોવા મળી રહી છે. ઘઉંનાં વાવેતરો બાદ ઘઉંની વેચાણની સિઝન ચાલી રહી છે. ખેડૂતો પોતના ઘઉં ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે.

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક
ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક

By

Published : Mar 25, 2021, 1:46 PM IST

  • ઘઉંનાં વાવેતરો બાદ ઘઉંની વેચાણની સિઝન ચાલુ
  • ખેડૂતો ઘઉં વેચવા ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આવે છે
  • આ વર્ષે ઘઉંની મબલખ આવક થઇ છે

રાજકોટ :ઘઉંનાં વાવેતરો બાદ ઘઉંની વેચાણની સિઝન ચાલી રહી છે. ખેડૂતો રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોતાના ઘઉં વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે. ખેડૂતોને ઘઉંનો ભાવ પણ અત્યારે સારો મળતો હોવાથી ખેડૂતોમાં પણ સંતોષ જોવા મળી રહ્યો હતો. ઘઉં સારાં હોય તો રૂપિયા 300થી 350 સુધીનાં ભાવો મળે છે. તેવુંં ખેડૂતો પાસેથી જાણાવ મળી રહયું છે.

આ પણ વાંચો : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અઢળક આવક, વાહનોની લાગી લાંબી લાઈનો

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક

આ પણ વાંચો : જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી રહેશે બંધ


સારા વરસાદને કારણે ઘઉંનું ઉત્પાદન વધુ પ્રમાણમાં


કોરોના કાળમાં વરસાદ પણ સારો પડ્યો હતો. તેથી ખેતીમાં ખેડૂતોને સારો એવો ફાયદો જોવા મળ્યો હતો. સારા વરસાદને કારણે ઘઉંનું ઉત્પાદન પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેના કારણે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં ઘઉંની વધુ આવક જોવા મળી રહી છે.

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક

ABOUT THE AUTHOR

...view details