ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કાતિલ ઠંડીથી જનજીવન પ્રભાવિત, લગ્નપ્રસંગમાં પણ જોવા મળ્યો ઠંડીનો માહોલ - Rajkot samachar

રાજકોટઃ મકરસંક્રાંતિ બાદ ઠંડીનો પારો ઘટવાને બદલે વધતો જોવા મળી રહ્યો છે. વધતી જતી કાતિલ ઠંડીને લઈને જનજીવન ઠૂઠવાઈ જવાં પામ્યું છે. તો બીજી તરફ કમુર્તા બાદ લગ્ન સિજનનો પણ પ્રારંભ થયો છે.

etv
કાતિલ ઠંડીથી જનજીવન પ્રભાવિત, લગ્નપ્રસંગમાં પણ જોવા મળ્યો ઠંડીનો માહોલ

By

Published : Jan 17, 2020, 10:58 AM IST

રાજ્યભરમાં ઠૂઠવાઈ રહેલા જીવન વચ્ચે લગ્નમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લગ્ન પ્રસંગે કાતિલ ઠંડીને લઈ વર અને કન્યા પક્ષના લોકો એટલે જાનૈયા અને માંડવીયાઓની હાલત પણ કફોડી થઇ ગઇ હતી.

કાતિલ ઠંડીથી જનજીવન પ્રભાવિત, લગ્નપ્રસંગમાં પણ જોવા મળ્યો ઠંડીનો માહોલ

વર કન્યાના પરણેતર વેળાએ કાતિલ ઠંડી જોવા મળતા, રાજકોટ પંથકમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં જાનૈયા અને માંડવીયા તથા દરેક મહેમાનોને ઠંડીથી બચવા માટે તાપણાનો આશરો લેવાની ફરજ પડી હતી.

ABOUT THE AUTHOR

...view details