તાજેતરમાં બોટાદ જંગલમાંથી અલગ-અલગ 23 જેટલા ગુનામં વોન્ટેડ આરોપી જુસબ અલ્લારખા નામના ગુનેગારને ઝડપી પાડનાર ATSની ચાર મહિલા PSIનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટમાં વોન્ટેડ આરોપીને પકડનાર ATSની 4 મહિલા PSIનું સન્માન - gujarati news
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતી ચાર મહિલા PSIનું સન્માન કરાયું હતુ. આ મહિલા PSI દ્વારા બોટાદના જંગલમાંથી કુખ્યાત આરોપીને ઝડપી પાડનાર ઝાબાઝ પોલીસ કર્મીઓ છે.
hd
ATSમાં ફરજ બજાવતા સંતોક ઓડેદરા, શકુંતલ મલ, નીતમિકાબા ગોહિલ અને અરૂણા ગામેતીએ આ સાહસભર્યુ કાર્ય કર્યું હતુ. તેમના જીવન પરથી અન્ય લોકો પણ પ્રેરણા લે તેવા હેતુસર મુખ્યપ્રધાનના પત્ની અંજલી રૂપાણીની ઉપસ્થિતિમાં તેઓનું સન્માન કરાયું હતુ.