રાજકોટ: કોરોના વાઈરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ત્યારે ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ચેતનભાઇ મનસુખભાઈ શિયાળ મહારાષ્ટ્રથી આવેલા છે. તેમને 14 દિવસ માટે પ્રશાસન દ્વારા હોમ કોરન્ટાઇન કરાયા હતા અને તેઓને રહેણાંકની બહાર ન જવા મેડિકલ ઓફિસર દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી.
રાજકોટના ચોરડીમાં હોમ ક્વોરેન્ટાઇનનો દર્દી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ - હોમ કોરન્ટાઇન
કોરોના કહેર પર કાબૂ મેળવવા મેડીકલ પોલીસ અને પ્રશાસન તનતોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે ગોંડલ તાલુકાના ચોરડી ગામે ક્વોરેન્ટાઇન કરવામાં આવેલો દર્દી ભાગી જતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટના ચોરડી ગામમાંથી હોમ કોરન્ટાઇન કરેલા દર્દી નાસી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ
તેમ છતાં ચેતનભાઇ દ્વારા બજારમાં જાહેરમાં આટા ફેરા લગાવવામાં આવતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તલાટી કમ મંત્રી રંજનબેન વાજા દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. તેમજ તંત્રને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 270 188 તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ગુનો નોંધી દર્દીને ઝડપી પીડવા પીએસઆઇ અજયસિંહ જાડેજાએ ચક્રો ગતિમાન કર્યા હતા.