- હેમંત ચૌહાણે રસીનો પ્રથમ ડોઝ લીધો
- ગ્રામ્યજનોને કોરોના વેક્સિન લેવા ખાસ અપીલ કરી
- બહુ લાંબા સમય પછી રસી મળી, જેનો આપણને ગૌરવ અને આનંદ થવો જોઈએ
રાજકોટ:ગુજરાત અને દેશ- દુનિયામાં જેમના ભજનોએ લોકોને ઔલોકિક આનંદની અનુભૂતિ કરાવે છે, તેવા ભજનીક હેમંત ચૌહાણે કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી બની કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે.
આ પણ વાંચો:1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી આપવાની શરૂઆત
પ્રત્યેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ
રસીકરણના પ્રથમ ડોઝ બાદ બિલકુલ સ્વસ્થતા સાથે પ્રતિભાવ આપતાં હેમંતભાઈએ જણાવ્યું હતુ કે, મેં આજે કોરોના સામે રક્ષણ આપતી રસી લેધી છે. મને તેની કોઈ જ આડ અસર થઈ નથી. હું લોકોને અપીલ કરૂં છું કે, સરકાર અને રસી બન્ને પર ભરોસો રાખી વેક્સિનેશન કરાવે. કોરોનાની મહામારીમાં બહુ લાંબા સમય પછી આપણને રસી મળી છે. જેનું આપણને ગૌરવ અને આનંદ થવો જોઈએ અને તેથી જ પ્રત્યેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ.