ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં હેલ્મેટ સેવા, 'ફ્રી' માં હેલ્મેટ મળશે ભાડે - new rules of traffic

રાજકોટઃ રંગીલા રાજકોટના લોકો હંમેશા સેવાકાર્યમાં આગળ રહે છે. ત્યારે દેશ અને રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમો અમલમાં આવતા રાજકોટના એક હાર્ડવેરના વેપારીએ અનોખી સેવા શરુ કરી છે. શહેરના આજીડેમ ચોકડી નજીક હાર્ડવેરની દુકાનના વેપારીએ વાહનચાલકોને ફ્રીમાં હેલ્મેટ આપવાની શરુઆત કરી છે.

rajkot

By

Published : Sep 20, 2019, 8:39 AM IST

વેપારી કિશોરભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સામાન્ય કામ માટે અનેક ગામના લોકો આવતા હોય છે. ત્યારે શહેરમાં હાલમાં અમલમાં આવેલા ટ્રાફિકના નિયમો પ્રમાણે ગામના વાહનચાલકોને વધારે દંડ ન ભરવો પડે તે માટે આ પ્રકારની સેવા ચાલુ કરી છે. જેમાં માત્ર હેલ્મેટની ડિપોઝીટ લઈ એકથી બે કલાકના કામ માટે આપવામાં આવે છે. ગામડાના વાહનચાલકો પોતાના ગામમાં પરત ફરે ત્યારે પોતાની ડિપોઝીટ પરત લઈને હેલ્મેટ જમા કરાવે છે.

રાજકોટમાં ફ્રીમાં હેલ્મેટ સેવા શરુ, ગામડાના લોકોને લાભ

ઉલ્લેખનીય છે કે, આ હેલ્મેટને લેવા માટે મોટાભાગના ખેડૂતો જ આવે છે. જેથી હાલ રાજકોટમાં આ પ્રકારની અનોખી સેવા શરૂ થતા કુતુહલ જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details