ગોંડલઃ અસહ્ય ગરમી અને બફારા વચ્ચે બપોર બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. આજરોજ અષાઢી બીજના પાવન દિવસે મેઘરાજાએ શુકન સાચવતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ધોધમાર વરસાદના લીધે શહેરના રાજમાર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાયાં હતાં. ઉપલેટા પંથકના મોટી પાનેલી, જાર ખારચીયા, ચરેલિયામાં વરસાદ પડ્યો હતો.
ઉપલેટા-ગોંડલ પંથકમાં ભારે વરસાદ, ગોંડલ શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ
અષાઢી બીજના દિવસે વહેલી સવારથી જ ગોંડલ અને ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલ શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.
ઉપલેટા-ગોંડલ પંથકમાં ભારે વરસાદ, ગોંડલ શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ
છેલ્લાં થોડા દિવસથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી રાહત અનુભવાઈ હતી. વાતાવરણમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો હતો. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદી પડતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.