- રાજકોટના કાગદડીમાં વરસાદના કારણે ભારે તબાહી
- 150 પશુઓ તણાયા અને અમુક વિસ્તારમાં વિજપોલ પણ ધરાસાઈ
- 25 જેટલા વીજળ પોલ ધરાશાયી થયા
રાજકોટ: રાજકોટમાં છેલ્લા બે દિવસથી આવી રહેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય પંથકમાં આવેલા કાગદડી ગામમાં ભારે તારાજી સર્જાઈ છે. ગામમાં વરસાદને પગલે અંદાજીત 150 જેટલા પશુઓ તણાયા હતા. જ્યારે 25 જેટલા વીજળીના પોલ પણ પડી ભાગ્યા છે. ગ્રામજનો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે સાંજે આવેલા ભારે વરસાદને પગલે આ તારાજી સર્જાઈ છે. જેમાં પશુઓ તણાયા છે અને તેમનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે ખેડૂતોના ખેતરમાં પાક પણ આ પાણીના પ્રવાહમાં ધોવાયા છે. રાજકોટના ગ્રામ્ય પંથમાં ભારે વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ છે. તેના તબાહીને લઇને તાત્કાલિક પીજીવીસીએલ અને ખેતીવાડી અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા. આજે તે વિસ્તારમાં સર્વે હાથ ધરાયો હતો.
આ પણ વાંચો: મહુવામાં વરસાદનું આગમન, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
150 પશુઓ તણાયા, 25 વિજપોલ ધરાસાઈ
રાજકોટ જિલ્લામાં શનિવાર અને રવિવાર એમ બે દિવસે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ભારે વરસાદને પગલે શહેરમાં અંદાજિત 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે રાજકોટ નજીક આવેલા કાગદડી ગામમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની વાત સામે આવી રહી છે. આ ભારે વરસાદના કારણે ગામમાં મોટી તારાજી સર્જાઈ હતી. જેમાં 150 જેટલા પશુઓ તણાઈ ગયા છે. જ્યારે અનેક વીજપોલ પણ ધરાસાઈ થયા હતા.ખેતરમાં પાકને પણ ભારે નુકસાન થયું હતું. જ્યારે ગ્રામજનો પણ આ ભારે વરસાદની તારાજીને કારણે ડરી ગયા હતા.