ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ, ભાદર-2 ડેમના 4 દરવાજા ખોલાયા - Heavy rains in Rajkot

રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમના 4 દરવાજા ચાર ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ નિચાણવાળા વિસ્તારો જેવાં કે, ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર સુધી તમામ નદી કાંઠે આવતાં ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

heavy-rains-in-rajkot-district
રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ, ભાદર-2 ડેમના 4 દરવાજા ખોલાયા

By

Published : Aug 30, 2020, 12:12 PM IST

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો. તેમજ જસદણ પંથકમાં આટકોટ, વીરનગર, જંગવડ પાંચવડા, જીવાપર, ખારચિયા જસાપર, ચીતલીયા, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને કરણુકી ડેમના 5 દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યાં હતાં.

રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ, ભાદર-2 ડેમના 4 દરવાજા ખોલાયા

આ પણ વાંચો : જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો જેવા કે, જીવાપર, પ્રતાપપુર, જૂના પીપળીયા સહિતના નીચેના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે કોટડાસાંગાણામાં 2 ઇંચ, જસદણમાં 1 ઇંચ, લોધિકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લઇને રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમના 4 દરવાજા ચાર ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ નિચાણવાળા વિસ્તારો જેવાં કે, ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર સુધી તમામ નદી કાંઠે આવતાં ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details