ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજી-ઉપલેટામાં ભારે વરસાદ, મંદિરો ડૂબ્યાં, જુઓ વીડિયો

ધોરાજી અને ઉપલેટામાં સતત 4 દિવસથી ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં આવેલ મંદિરમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમજ અનેક મોજ ડેમ અને વેણુ ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.

rajkot
રાજકોટ

By

Published : Aug 15, 2020, 8:58 AM IST

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીને લઈને ધોરાજીમાં ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પંચનાથ મહાદેવ મંદિરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ઉપરવાસમાં અને ધોરાજીમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શફરા નદીનાં કાંઠે આવેલ પૌરાણિક પંચનાથ મહાદેવનાં મંદિરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતાં.

ધોરાજી અને ઉપલેટામાં ભારે વરસાદને લઈને મંદિરોમાં પાણી ભરાયા

ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈને ઉપલેટા પંથકના હાડફોડી ગામ પાસે આવેલ ખોડિયાર મંદિરમાં કેડસમા વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદને લઈને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ઘણા કોઝવે પર પાણી ફરી વળવાને કારણે ઘણા કોઝવે પણ બંધ થયો હતો. જ્યારે ખોડિયાર મંદિરની છત પરથી લોકોએ છલાંગો લગાવી નાહવાની મોજ માણી હતી. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ગત રાત્રિએ વરસેલા વરસાદ બાદ ઉપલેટા મોજડેમ અને વેણુડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ઉપલેટાના ગધેથડ પાસે આવેલ વેણુ-2 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને મોજ ડેમમાં પણ પાણીની આવક થતાં 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલતાંજ નીચાણવાળા વિસ્તારમાં આવેલ અનેક કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા કોઝવે બંધ થયા હતાં.

ઉપલેટા અને આસપાસના વિસ્તાર ખાખી જાળીયા, સંવત્રા, ભાયાવદર, પંથકમાં સતત 4 દિવસથી ધોધમાર વરસાદને લઈને મોજ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેથી ગઢાળા ગામનો કોઝવે 4 દિવસથી પાણીમાં જોવા મળ્યો છે. ખાખીજાળીયા, મોજીરા, કેરાળા, સેવંત્રા સહિતના ગામો સાથે ગઢાળાનો રસ્તો બંધ થયો હતો. જેમાં તંત્ર દ્વારા હાઈ એલર્ટ કરવામાં આવ્યું હતું, તેમજ નદીના પટ્ટમાં કોઈએ અવરજવર નહિ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details