ધોરાજી પંથકમાં ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન છે. કારણ કે, આ વર્ષે બે વાવાઝોડા અને કમોસમી વરસાદથી મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે. મોટાભાગના ખેડૂતો આર્થિક બોજા હેઠળ જીવી રહ્યાં છે. જેથી આગામી દિવસો ફરીથી આવી કોઈ કુદરતી આપત્તિ ન સર્જાય તે માટે ધોરાજીના ખેડૂતો રામધૂન કરી રહ્યાં છે.
રાજકોટમાં કમોસમી વરસાદને ટાળવા રામધૂન યોજાઈ - રાજકોટમાં કમોસમી વરસાદ
રાજકોટઃ જિલ્લામાં ધોરાજી પંથકમાં કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો ભારે આર્થિક નુકસાન ભોગવી રહ્યાં છે. જેથી આગામી દિવસોમાં પણ ખેડૂતોને ફરીથી કમોસમી વરસાદનો ભોગ બનવું ન પડે તે માટે રામધૂન યોજાઈ હતી.
રાજકોટમાં કમોસમી વરસાદને ટાળવા રામધૂન યોજાઈ
ધોરાજીના મોટીમારડ અને વાડોદર ગ્રામજનોએ વરૂણ દેવના મંદિરે એકઠાં થઈને રામધૂન યોજી હતી. જેમાં ફરીથી કોઈ કુદરતી હોનારત સર્જાય તેવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યસરકાર દ્વારા 700 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, આ જાહેરાત ખેડૂતોની નુકસાનીની સરખામણીએ ઓછી છે. જેથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.