ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, કર્મચારીઓની રજાઓ રદ

રાજ્યમાં આ વર્ષે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં પણ સરેરાશ વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજકોટ જિલ્લાના કલેક્ટર રૈમ્યા મોહને વહીવટી તંત્ર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે.

Heavy
રાજકોટ

By

Published : Aug 18, 2020, 5:31 PM IST

રાજકોટ: 5 દિવસની ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ જિલ્લાના કલેક્ટર રૈમ્યા મોહને વહીવટી તંત્ર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. મામલતદાર, નાયબ કલેક્ટર અને તલાટી મંત્રીઓની રજાઓ રદ કરીને પોતાના સબ ડિવિઝનમાં એલર્ટ રહેવાના આદેશ જાહેર આપવામાં આવ્યા છે.

રાજકોટમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી, કર્મચારીઓની રજાઓ રદ

આ સાથે જિલ્લાના તમામ ગામડાઓમાં તલાટીઓને પાંચ દિવસ કેમ્પ કરવા અને ગામડાઓમાં સરપંચો-આપદા મિત્રો સાથે સંકલનમાં રહેવા અને લોકોને જીવન-જરૂરી પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા તત્કાળ કરવાની સૂચના આપવામાં આવી છે. તમામને એલર્ટ રહેવા તાલુકા-જિલ્લા મથકમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્કમાં રહેવાની તાકીદ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details