રાજકોટ 24 કલાકમાં 11ઈંચ વરસાદથી જળબંબાકાર, NDRFની ટીમ તૈનાત - rajkot rain news
રાજકોટ: જિલ્લામાં શુક્રવારની રાતથી વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. 11 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ખોરવાયું છે. જેથી જિલ્લા તંત્રએ સતર્કતા દાખવી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.

રાજકોટ 11ઈંચ વરસાદથી જળબંબાકાર
ગુજરાતમાં દક્ષિણથી લઈ ઉત્તર ગુજરાત સુધી અને મધ્યગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે.રાજકોટમાં શુક્રવારની રાતથી 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પુષ્કળ પ્રમાણમાં મેઘમેહર થતાં જિલ્લામાં નીંચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયાં છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે NDRFની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.