કાગવડ, જામકંડોરણા, પીઠડીયા, વીરપુર, અને ગોંડલ પંથકમાં વિજળીના ભણકારા સાથે વરસાદે વરસવાનું શરૂ કર્યું છે. ભારે વરસાદના કારણે રસ્તામાં પાણી ભરાઈ ગયાં હતાં. જિલ્લાના પાચવડા, જીવાપર, પીપળીયા, થોરખાણ, અને પાનસડા ગામમાં 2 ઈંચ વરસાદ પડયો હતો.
રાજકોટમાં ભારે વરસાદ, કરણુકી ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલાયાં - રાજકોટમાં કેટલો વરસાદ થયો
રાજકોટ: નાના એવા વિરામ બાદ ફરી વરસાદે એન્ટ્રી લીધી છે. જિલ્લાના કાગવડ, જામકંડોરણા, પીઠડીયા, વીરપુર અને ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.
રાજકોટ પંથકમાં વરસાદ
કરણુકી ડેમના પાંચ દરવાજાને 3 ફુટ ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત વધુ વરસાદ પડવાની આશંકાએ નીચાણવાળા વિસ્તારમાં આવતાં ગામો જીવાપર, પીપળીયા વગેરેને સાવચેત રહેવા માટે સચેત કરાયા છે.
ભારે વરસાદના કારણે આટકોટથી સાણથણી જવાના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. ડેમના દરવાજા ખોલવાના કારણે આટકોટ પોલિસના PI કે.પી મહેતા અને મામલતદાર વી.એલ ધાનાણી સહિતના અધિકારીઓ ડેમ સાઈટ પર દોડી આવ્યા હતા.