ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરામ બાદ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ - ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રના રાજકોટ શહેર જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ જોવા મળ્યો હતો.(Heavy rain in Rajkot district after break) વરસાદી વાતાવરણ શરૂ થતા રાજકોટ શહેર અને જિલ્લાની અંદર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.(rajkot rain)

વિરામ બાદ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ
વિરામ બાદ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ

By

Published : Sep 14, 2022, 10:12 AM IST

રાજકોટ- શહેર તેમજ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારો ની અંદર લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ,(rajkot rain) ત્યારે લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ શરૂ થતા રાજકોટ શહેર અને જિલ્લાની અંદર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.(Heavy rain in Rajkot district after break)

વિરામ બાદ રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ
કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ- છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય બફારો તેમજ ગરમી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે ગણપતિ વિસર્જનના દિવસોમાં રાજકોટ શહેર અને જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી હતી, ત્યારે આ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પસાર થતા ટુ-વ્હિલર ચાલકોએ થોડીવાર રોકાઇ જવાની ફરજ પડી હતી. જો કે વીજળીના જોરદાર ચમકારાને કારણે લોકો ભયભીત બન્યા હતા.પાકોને ફાયદો- રાજકોટ શહેર ઉપરાંત તાલુકાઓમાં અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ સહિતના તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી ભારે બફારા બાદ રાતે ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ રસ્તાઓ પાણી પાણી થયા હતા. લાંબા સમય બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ત્યારે આ સાથે કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને ફાયદો થશે તેવું પણ સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details