ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં ભારે વરસાદને લઇ વાહનવ્યવહાર ઠપ્પ, ખેતરોમાં ભરાયા પાણી

રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં આટકોટ અને લીલાપુર તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. માત્ર એક જ કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા. ઉપરાંત અનેક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થયાં હતાં. જેના કારણે વિજપુરવઠાને પણ અસર પહોંચી હતી.

By

Published : Jul 2, 2019, 2:57 AM IST

ગોંડલમાં ભારે વરસાદને લઇ વાહનવ્યવહાર ઠપ્પ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સોમવાર બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં રાવણા ગામે એક કલાકમાં 5 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. બંધિયા, ઘોઘાવદર, શ્રીનાથગઢ, કેસવાળા, મેતા ખંભાળિયા, ધરાળા, દેરડી(કુંભાજી) સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને વીજળી સાથે 3 થી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ગોંડલની વસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું.

ગોંડલમાં ભારે વરસાદને લઇ વાહનવ્યવહાર ઠપ્પ, ખેતરોમાં પાણી ભરાયા

ભારે વરસાદના કારણે કેસવાળાના પાટિયા પાસે ગોંડલથી દેરડી, બગસરા અને અમરેલીને જોડતા પુલ પર પાણીનો ભરાવો થયો હતો. જેને લઇને આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘોઘાવદર નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ ઘોઘાવદર અને બંધિયા રોડ પર વીજ પોલ ધરાશાઇ થયા હતા. જેના કારણે કલાકો સુધી વિજપુરવઠાને અસર પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details