રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે રાજ્યના વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા પણ દરરોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાં વગર માસ્કે નીકળતા ઇસમોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. આજે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ 5 જેટલા રેનબસેરામાં હાલ આશ્રય લઈ રહેલા 160 લોકોનું સ્ક્રિનીંગ કરીને તેમના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
રાજકોટ મનપા સંચાલિત રેનબસેરામાં રહેતા 160 લોકોનું સ્ક્રિનીંગ - રાજકોટ ન્યૂઝ
રાજકોટમાં અલગ-અલગ 5 જેટલા રેનબસેરામાં હાલ આશ્રય લઈ રહેલા 160 લોકોનું સ્ક્રિનીંગ કરીને આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

rajkot
રાજકોટના ભોમેશ્વર, બેડીનાકા, મરચાંપીઠ, રામનગર અને આજીડેમ ચોકડી પાસે આવેલ કુલ 5 રેનબસેરામાં 160 લોકો હાલ આશ્રય લઈ રહ્યા છે. જેને મનપાની આરોગ્ય ટિમ દ્વારા મોબાઈલ ડિસ્પેન્સરી મારફતે મેડિકલ તપાસ કરાઈ હતી અને 160 લોકોમાંથી 41 લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.
તમામ લોકોને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ મનપા દ્વારા સામાજિક સંસ્થાઓની મદદ મેળવીને રેનબસેરામાં આશ્રય લઈ રહેલા તમામ લોકોને નિયમિત જમવાનું અલવાની સાથે જરૂરી વસ્તુઓ પણ પુરી પાડવામાં આવી રહ્યું છે.