કેટલાક શહેરોમાં હાલ તાપમાનનો પારો બપોરના સમયે ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય તંત્ર દ્વારા શહેરીજનોને આ પ્રકારના વાતાવરણમાં કેવી રીતે રહેવું તેમજ ગરમી અને સૂર્યના પ્રકોપથી કેવી રીતે બચવું તે અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે લોકોએ કામ સિવાય બપોરના 1થી 5 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તેમજ લોકોને ORS અને લીંબુ પાણી વધુમાં વધુ પીવાનુ સુચન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ગરમીથી બચવા આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા - Bhavesh Sondrava
રાજકોટઃ ઉનાળાની શરૂઆત થતાં ગરમી અને આકરા તાપથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ તે માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં લોકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવું, લીંબુ પાણી અને સરબત તેમજ પાણી વધુ પ્રમાણમાં પીવું આ સાથે ખોરાક ક્યાં પ્રકારનો આરોગવો તે અંગેની માહિતી આપવામાં આવી છે.
સ્પોટ ફોટો