રાજકોટ/સુરત:ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ખોડલધામના દર્શન( Khodaldham chairman Naresh Patel)કરવા આવી પહોંચ્યા હતાં. હાર્દિક પટેલના પત્ર વિશે નિવેદન(Hardik Patel letter to Narshe Patel) પણ આપ્યું હતું. મને કોઈ આમંત્રણ મળ્યું નથી. નરેશ પટેલ હાર્દિક પટેલના આ પત્રને લઈને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, પત્રની જાણ મને હજુ હમણાં જ થઈ છે. હાર્દિકભાઈ સાથે વાત કરવાની બાકી છે. પત્રનું માધ્યમ મને ખબર નથી. વાત થાય પછી જ હું પત્ર અંગે કહી શકું. જ્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની વાત છે ત્યારે ખોડલધામ(Jetpur Khodaldham)ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહિ બને.
નરેશ પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીને ફાયદો
રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. ચૂંટણી નજીક હોય અને ત્યારે રાજકારણમાં(Gujarat Assembly Election 2022) જોડવાનો યોગ્ય સમય બાબતે કોઈ સ્પષ્ટતા નહી સમય આવે યોગ્ય નિણર્ય કરશે. નરેશ પટેલે કોંગ્રેસની મુખ્યપ્રધાન તરીકેની વાતને લઈને કહ્યું કે લોકોએ જે બોલવું હોય તે બોલી શકે અને મારા પાસે આવી કોઈ વાત આવી નથી. બીજી બાજુ ભાજપ દ્વારાએવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, હાર્દિક પટેલને કોંગ્રેસમાં યોગ્ય સ્થાન નહીં મળતું હોવાના કારણે તેઓ નરેશ પટેલનો સહારો માંગી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના સૂત્રો એવું કહી રહ્યાં છે કે નરેશ પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીને ફાયદો થઈ શકે એમ છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પત્ર લખી રાજનીતિમાં જોડાવા અપીલ કરી છે જેને લઇ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ કન્વીનર (Convener of Surat Pass)ધાર્મિક માલવીયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, પત્ર લખવું હાર્દિક પટેલ અથવા જો કોંગ્રેસ પક્ષ સાથે તેમની વાત થઇ હોય તો વ્યક્તિગત બાબત છે એવી જ રીતે રાજકારણમાં આવવું કે નહીં એ નરેશ પટેલનું વ્યક્તિગત બાબત હશે.
આ પણ વાંચોઃપાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાય તે સારી બાબત: નરેશ પટેલ