શાસ્ત્રી મેદાન ખાતે નોર્થ ઇસ્ટર્ન રાજ્યોના હેન્ડીક્રાફ્ટ કારીગરો દ્વારા હસ્તકલા હાટનું આયોજન રાજકોટ: શાસ્ત્રી મેદાનમાં દેશના પૂર્વ વિસ્તારના રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. નોર્થ ઇસ્ટર્ન રાજ્યોના હેન્ડીક્રાફ્ટ કારીગરોનું અનોખું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં જ્યારે હાથથી બનાવેલી વિવિધ વસ્તુઓ અહીં વેચાણ અર્થે પણ મુકવામાં આવી છે. જેને રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ખરીદી રહ્યા છે. ખાસ કરીને વાસના લાકડામાં બનાવમાં આવેલી વિવિધ વસ્તુઓ, હાથ બનાવટની સાડીઓ, કપડાં, લેઝિસ પર્સ સહિતની વસ્તુઓ હાલ આ પ્રદર્શનમાં આકર્ષકનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચો:Micro Miniature Painting: હસ્તકલાના પ્રદર્શનમાં માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર
હસ્તકલા હાટ મેળાનું આયોજન:હસ્તકલા હાટ મેળામાં સ્ટોલ ધરાવતા આસામના ફેદૂર અલીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે માત્ર વાસના લાકડાની વસ્તુઓ જ બનાવીએ છીએ. જ્યારે હાલમાં અમારી પાસે રૂપિયા 250થી લઈને 35 હજાર સુધીની વસ્તુઓ છે. હાલમાં અમે ગુજરાત અને રાજકોટમાં છીએ એટલે અહીંના લોકોને ઉપયોગી વસ્તુઓ અમે બનાવીને લાવ્યા છે. દેશના અલગ અલગ રાજ્યના લોકો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે જેને ધ્યાનમાં રાખીને અમે પણ વસ્તુઓ બનાવતા હોઈએ છીએ. રાજકોટમાં અમારે હાલ સારી એવી કમાણી થઈ છે.
હાથથી બનાવેલી વિવિધ વસ્તુઓ વેચાણ સિક્કિમના હાથથી બનાવેલા પર્સની માંગ વધુ: સિક્કિમ રાજ્યમાંથી આવેલ જુલીએ ETV ભારતને જણાવ્યું હતું કે અમે સિક્કિમ રાજ્યમાંથી પ્રથમ વખત રાજકોટ ખાતે આવ્યા છીએ. હાલ રાજકોટમાં અમારી વસ્તુઓ ખૂબ જ વેચાઈ રહી છે અને જે પણ ગ્રાહકો આવે છે તે લોકોનો રિસ્પોન્સ પણ સારો એવો મળી રહ્યો છે. અમે ખાસ કરીને હાથોથી બનાવમાં આવેલ વિવિધ સ્ટાઇલના પર્સ, કપડાં સહિતની વસ્તુઓ અમે રાજકોટમાં લઈને આવ્યા છીએ. લોકો પણ મોટા પ્રમાણમાં આ વસ્તુઓ ખરીદી રહ્યા છે.
ઉત્તર પૂર્વ રાજ્યોના 45 કારીગરો અને ગુજરાતના 10એ ભાગ લીધો આ પણ વાંચો:રાજકોટના રેસકોર્સમાં હસ્તકલા મેળામાં ભારતની સંસ્કૃૃતિના દર્શન થયા
ત્રણ દિવસના એક્ઝિબિશનનું આયોજન: રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યો એવા આસામ, સિક્કિમ, ત્રિપુરા, મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ સહિતના રાજ્યોના હસ્ત કલાકારોનું એક્ઝિબિશન યોજાયું છે. જે ગત તારીખ 26ના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યો હતો અને આજે પૂર્ણ થશે. ત્યારે છેલ્લા બે દિવસમાં આ હસ્તકલાના કારીગરોને રાજકોટમાં સારી એવી કમાણી પણ થઈ છે. જેને લઈને તેઓ રાજકોટ વાસીઓનો આભાર માની રહ્યા છે.