ગુજરાત

gujarat

ETV Bharat / state

H3N2 Case in Rajkot : H3N2ના વધતા કેસને લઈને સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ કરાયો ઉભો

રાજકોટમાં સિવિલ હોસ્પિટલનું બિમારીને લઈને તંત્ર સજ્જ થયું છે. સિવિલ હોસ્પિટલમાં H3N2ના કેસને લઈને અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. તેમજ સિઝનલ ફ્લૂના કેસમાં વધારો ચિંતાજનક લાગી રહ્યો છે.

H3N2 Case in Rajkot : H3N2ના વધતા કેસને લઈને સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ કરાયો ઉભો
H3N2 Case in Rajkot : H3N2ના વધતા કેસને લઈને સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ કરાયો ઉભો

By

Published : Mar 18, 2023, 9:22 AM IST

રાજકોટ : ગુજરાતમાં કોરોનાના કેસની વચ્ચે હવે H3N2ના કેસે દસ્તક દીધી છે. એવામાં રાજકોટમાં સિઝનલ ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સિઝનલ ફ્લૂને ધ્યાનમાં રાખીને રાજકોટમાં ખાસ આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂ તેમજ H3N2ના કેસને લઈને ખાસ અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જ્યારે સિઝનલ ફ્લૂના દર્દીનો H3N2 ફ્લુનો રિપોર્ટ જો પોઝિટિવ આવે તો તેમને આ અલગ બોર્ડમાં દાખલ કરવામાં આવશે. જે અંગેની ટ્રેનિંગ પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફને અગાઉથી જ આપવામાં આવી છે.

આ પણ વાંચો :H3N2 cases in Ahmedabad: અમદાવાદમાં H3N2 વાયરસના 4 કેસ, 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

સિવિલ હોસ્પિટલમાં વોર્ડ ઉભો કરવામાં આવ્યો :રાજ્યમાં હાલ એક સાથે ત્રણ ત્રણ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સવારે ઠંડી તો બપોરે તડકો અને સાંજે વાદળછાયું વાતાવરણ આમ ત્રણેય ઋતુનો મિશ્રણ જોવા મળી રહ્યું છે. એવામાં આ મિશ્ર ઋતુમાં રાજકોટમાં સિઝનલ ફ્લૂના કેસમાં સતત વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે સિઝનલ ફ્લૂના કેસ 10થી 15 ટકા વધ્યા છે. ત્યારે હવે H3N2ના કેસ પણ ગુજરાતમાં નોંધાયા છે. જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલમાં સિઝનલ ફ્લુના કેસ વધ્યા છે. ત્યારે H3N2ના કેસમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં આ ફ્લૂને લઈને અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :H3N2 ફ્લૂથી બચવા શું કરવું અને આ વાઈરસ કેટલો ખતરનાક છે, જાણો

સ્ટાફને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી :ડોક્ટર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ સિવિલ હોસ્પિટલમાં H3N2ના કેસને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમજ બાળકો માટે અલગ અને 18 વર્ષથી પરના લોકો માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. તે માટે સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. જ્યારે હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં આવા એક પણ દર્દીઓ દાખલ નથી, પરંતુ જો કોઈ પણ દર્દીને આ પ્રકારના લક્ષણ જણાય તો તાત્કાલિક તેનો રિપોર્ટ કરવામાં આવે છે. રિપોર્ટ કર્યા બાદ પોઝિટિવ આવે તો તેમને હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. જ્યારે સિઝનલ ફ્લુની સી કેટેગરીમાં આવતા દર્દીઓનો જ રિપોર્ટ કરવામાં આવે છે અને એ અને બી કેટેગરીમાં આવતા દર્દીઓને સિઝનલ ફ્લૂના ગણવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details