Gujarat State Edible Oil Association: મગફળીમાં સટ્ટાખોરી રોકવા ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એસોસિએશનને PMને લખ્યો પત્ર રાજકોટઃ તાજેતરમાં જ ખાદ્યતેલનો ભાવ વધ્યો છે. એવામાં સૌથી વધુ સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારાના કારણે સમાન્ય જનતા ત્રાહિમામ છે. જેને લઈને ઓઇલ મિલર અને ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એસોસિએશન દ્વારા PM મોદીને પત્ર લખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મગફળીના તેલની સટ્ટાખોરી રોકવા માટેની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો Rajkot News : લગ્નમાં દારૂ પીતા પીતા લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી ધરપકડ
કરાઈ આવી માંગ:ઓઇલ મિલર અને ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એસોસિએશન દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ચાલી રહેલા વાયદા અને સટ્ટાખોરીના કારણે ઘરમાં રોજિંદા ઉપયોગમાં લેવાતી જીવન જરૂરી વસ્તુઓ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં કૃત્રિમ તેજી ઊભી થઇ રહી છે. જેના કારણે આવા વાયદા બજાર પર અંકુશ મુકવો જોઈએ. તેમજ આગામી દિવસોમાં મગફળીમાં ઓન સટ્ટાખોરી શરૂ કરવાની અમુક વેપારીઓ માંગણી કરી રહ્યા છે. જેને પણ મંજૂરી આપવી ન જોઈએ.
આ પણ વાંચો Rajkot News: રાજકોટમાં 30 મકાનોને કપાત અંગેની નોટિસ, સ્થાનિકો રજુઆત માટે દોડી આવ્યા
અમારા એસોસિએશન દ્વારા ઘણા વર્ષોથી રજુઆત થતી હતી કે, એગ્રીકલ્ચર કોમોડિટી જેમાં ખાસ કરીને વિવિધ તેલ અને તેલીબિયામાં જે ફ્યુચર ટ્રેડ એટલે કે વાયદા બજાર છે. તેને બંધ કરવા જોઈએ. કારણ કે બજારમાં આ વસ્તુઓમાં અકુદરતી ભાવમાં વધ ઘટ જોવા મળે છે. જ્યારે ગયા વર્ષે તમામ ખાદ્યતેલના ભાવ ઉંચા થયા ત્યારે સરકાર દ્વારા વાયદા બજાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો--સમીર શાહ(ગુજરાત એડીબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ)
સટ્ટા લોબી:સમીર શાહે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સીંગતેલ સિવાયના બીજા બધા તેલના ભાવ ઘટી ગયા છે. ત્યારે આ સટ્ટા લોબી છે તે તમામ લોકોએ ભેગા મળીને સરકારમાં રજુઆત કરવાનું શરૂ કર્યું છે. હવે આ બધા જ તેલ તેલીબિયાં અને વિવિધ એગ્રીકલ્ચર કોમોડિટી છે. તેના સટ્ટા બજાર ફરીથી શરૂ કરવામાં આવે. આ બાબત અમારા ધ્યાનમાં આવી હતી. જેમાં એક વાત અમારા ધ્યાને એ પણ આવી હતી. મગફળીનો સટ્ટો પણ શરૂ કરવાની માંગ છે. જે હાલમાં ક્યાંય પણ શરૂ નથી. જે બાબતનો અમે વિરોધ નોંધાવ્યો છે. જેના કારણે જે તેલની ફીઝીકલ માર્કેટ છે. તે ખુબ જ ડિસ્ટબ થશે. જેના કારણે અમારો વિરોધ છે.