- રાજ્યના પોલીસ ભરતી માટે દોડની પરીક્ષા યોજાઈ રહી
- રાજકોટના યુવકે દોડની પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો
- પરીક્ષામાં નાપાસ થતા યુવક સતત મુંજવણમાં રહેતો
રાજકોટઃ હાલ રાજ્યના પોલીસ ભરતી માટે દોડની પરીક્ષા યોજાઈ ( Examination of Lok Rakshak Dal in the state )રહી છે. એવામાં તમામ જિલ્લાઓમાં આ પરીક્ષા શરૂ છે. ત્યારે પોલીસ ભરતીની દોડની પરીક્ષામાં નાપાસ (Police recruitment race exam)થતા રાજકોટના યુવકે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. રાજકોટના સરધાર નજીક આવેલા લીલી સાજડીયાળી ગામના યુવકે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. યુવક આપઘાત મામલે પોલીસની પૂછપરછમાં પરિવાર પાસેથી વિગતો મળી રહી છે કે યુવક બે દિવસ પહેલાં જે પોલીસની દોડની પરીક્ષામાં નાપાસ (Suicide due to police recruitment failure )થયો હતો. જેના કારણે તેને લાગી આવ્યું હતું અને તેને આ પ્રકારનું પગલું ભર્યું છે.
પોલીસની દોડની પરીક્ષામાં નાપાસ થયો યુવક