રાજકોટ: રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં હાલ સૌથી વધારે વરસાદ નોંધાયો છે. એવામાં રાજકોટ જામનગર, મોરબી સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
Gujarat Rain: સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી - Rain News
શનિવારથી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગે ફરી આગાહી આપી છે. જેમાં આગામી 24 કલાકમાં રાજ્યમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે એક બાજુ ખેડૂતોને ખુશી તો વધારે વરસાદ હોય ત્યાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
Published : Sep 19, 2023, 12:23 PM IST
ભારે વરસાદની આગાહી:હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.એવામાં હવે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને તંત્ર દ્વારા આ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. જ્યારે ભારે વરસાદને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
દોઢ મહિના બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ: રાજકોટ સાહિત્ય સૌરાષ્ટ્ર ના અલગ અલગ વિસ્તારોમાં દોઢ મહિના બાદ વરસાદ આવ્યો છે. જ્યારે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ આવ્યો હતો. જેને લઇને ખેડૂતોને ખેતરમાં અલગ અલગ પાકની વાવણી કરી હતી. ત્યારબાદ દોઢ મહિના સુધી વરસાદ પાછો ખેંચાયો હતો. ત્યારે ખેડૂતોની ચિંતા વધી હતી. એવામાં છેલ્લા બે ત્રણ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. જેને લઇને ખેડૂતોની ચિંતા હળવી થઈ છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા 24 કલાકની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારો ઉપર તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.