ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ કેબિનેટ પ્રધાનના વિસ્તાર જેતપુરમાં આજે પણ રોડ રસ્તાની માથાકૂટ છેઃ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજુ સરવૈયા - સમાજવાદી પાર્ટી

રાજકોટમાં જેતપુર જામકંડોરણા વિધાનસભા બેઠક (Jetpur Assembly Constituency) પરથી સમાજવાદી પાર્ટીએ રાજૂ સરવૈયાને (Samajwadi Party Candidate Raju Sarvaiya) ટિકીટ આપી છે. ત્યારે આ ચૂંટણીમાં તેમની કેવા પ્રકારની તૈયારી અને કામગીરી છે. તે અંગે ETV Bharatના સંવાદદાતાએ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી.

પૂર્વ કેબિનેટ પ્રધાનના વિસ્તાર જેતપુરમાં આજે પણ રોડ રસ્તાની માથાકૂટ છેઃ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજુ સરવૈયા
પૂર્વ કેબિનેટ પ્રધાનના વિસ્તાર જેતપુરમાં આજે પણ રોડ રસ્તાની માથાકૂટ છેઃ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજુ સરવૈયા

By

Published : Nov 29, 2022, 11:06 AM IST

રાજકોટજિલ્લામાં કુલ 8 વિધાનસભા બેઠક આવેલી છે, જેમાં શહેરની 4 અને જિલ્લાની 4 બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે જેતપુર જામકંડોરાણા વિધાનસભા કે, જેમાં જેતપુર અને જામકંડોરણા તાલુકામાં વાત કરીએ તો, 100 ઉપરાંત ગામોનો સમાવેશ થાય છે. અહી કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,75,617 મતદારો છે. ત્યારે જેતપુર વિધાનસભા માટે સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર તરીકે રાજુ સરવૈયાને (Samajwadi Party Candidate Raju Sarvaiya) જાહેર કર્યા છે. તો આ ઉમેદવાર સાથે ETV Bharatના સંવાદદાતાએ વિશેષ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે પાર્ટીની રણનીતિ વિશે શું કહ્યું આવો જાણીએ.

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સાથે ખાસ વાતચીત

પ્રશ્નજેતપુર વિધાનસભા પર આ વખતે ચોપાખીયો જંગ છે ત્યારે આપ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છો મતદારોનો આ વિસ્તારની અંદર આ વખતનો મિજાજ કેવો છે?

જવાબમતદારોને આ જ વખતે કંઈક પરિવર્તન જોઈએ છે, જેમાં પરિવર્તન કેવું કૉંગ્રેસમાંથી ભાજપમાંથી આવ્યા અને ભાજપમાંથી આવ્યા તો હવે ક્યાં જવું એના માટે અમે સમાજવાદી પાર્ટીમાંથી (Samajwadi Party) ચૂંટણી લડવા (Gujarat Election 2022) આવ્યા છીએ. તો અમને એટલું બધું સમર્થન મળી રહ્યું છે કે, એમની કોઈ સીમા નથી, જેમાં ગામેગામ અને દરેક માણસોને મોઢે ખાસ કરીને અમે ગત દિવસોની અંદર એક રેલીનું આયોજન કરીને હતું જેમાં લોકો સ્વયંભૂ 4,000 જેટલા લોકો જોડાયા હતા.

પ્રશ્નપૂર્વ કેબિનેટ પ્રધાનનો વિસ્તાર છે તેઓ સતત અહીં ચૂંટાય છે ત્યારે તેમની સાથે જ તૂટી લડવાનો આપનો માહોલ છે બાબતે શું કહેશો?

જવાબશાસન તો જેતે સમયે તેમને મળ્યું હોય એમાં ના નથી કહેતા જેમાં ભાજપે કર્યો કૉંગ્રેસે કર્યું ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. તે પબ્લિકના મૂડ ઉપર આધાર રાખે છે કે પબ્લિક શું વિચારે છે.

પ્રશ્નઆ વિસ્તારની માગણીઓ અને તેમની રજૂઆતો શું છે?

જવાબપહેલી વાત તો આ વિસ્તારની અંદર રોડ રસ્તા, લાઈટો સહિતની ઘણી સમસ્યાઓ છે અને નાના મોટા પ્રશ્નો પર છે જેમ કે, પાણી વિતરણ વ્યવસ્થા પૂરતી નથી. જેમાં કોઈને કોઈ નાના મોટા પ્રશ્નો છે. તેના નાના માણસોને આ પ્રકારની સમસ્યાનું સમાધાન જોઈએ (Problem of Jetpur Area) છે. સાથે જ ખેતીલક્ષી કામ હોય ત્યારે ખેડૂતોને તેમને ભાજપમાંથી કોઈ ખેડૂત નેતા નથી મળતો. ત્યારે હવે કંઈક પરિવર્તન આવે તો કંઈક નવું થાય તેમના હિસાબે લોકોને પરિવર્તન જોઈએ છે.

સવાલઆપ આપનો વિસ્તાર મૂકીને આ વિસ્તારની અંદર ચૂંટણી લડવા માટે આવ્યા હોવાનું કારણ શું?

જવાબઆ વિસ્તારની અંદર અમારા OBC સમાજની સંખ્યા વધારે છે અને તેઓની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને મેં આ વિસ્તારની અંદર આ વખતે ચૂંટણી લડવાનું (Gujarat Election 2022) નક્કી કર્યું છે અને હું આ વિસ્તારની અંદર લડવા માટે આવ્યો છું.

પ્રશ્નછેલ્લા ઘણા સમયથી આપ આ વિસ્તારની અંદર ફરો છો ત્યારે લોકોનું અને મતદારોનું કેવું સમર્થન છે અને એમનો મિજાજ શું કહે છે?

જવાબમતદારોનો મિજાજ ઓન્લી ફોર પરિવર્તનનું જ કહે છે અને આ વિસ્તારની અંદર આવનારા દિવસોની અંદર નવીનતા પરિણામ આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

પ્રશ્નઆપકા વિસ્તારની અંદર સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) ઉમેદવાર તરીકે આવ્યા છો જેમાં આપના સમાજ સહિતના લોકોની સંખ્યા વધારે છે મતદારોની સંખ્યા પણ વધારે છે ત્યારે ઘણી જગ્યા ઉપર મતદારોનો અલગ જ કઈ મિજાજ જોવા મળી રહ્યો છે બાબતે શું કહેશો?

જવાબમતદારોનો મિજાજ અલગ જોવા મળે છે એ સાચી વાત છે, પરંતુ એ વિચાર ભાજપને લઈને વિચારે છે. સાયકલને લઈને નહીં. કારણ કે, સાયકલને લઈને તો સાથે ચાલવામાં વિચારે છે. કારણ કે સાયકલની સાથે ચાલવું અને ભાજપને તરછોડવું એ બાબતે લોકોને મતદારોનો મિજાજ આ વખતે જોવા મળે છે.

પ્રશ્નઆ વિસ્તારની અંદર ચૂંટણી લડી રહ્યા છો ત્યારે આ વિસ્તારની અંદર આપની જીત અને લીડ બાબતે શું કહેશો?

જવાબલીડ અને જીત એ તો આવનારા સમયમાં જ નક્કી થશે, પરંતુ આ વિસ્તારની અંદર અમે 100 ટકા ફાઇટ માટે છીએ. એ વસ્તુ નક્કી છે અને લોકોએ પણ નક્કી કરી છે.

ABOUT THE AUTHOR

...view details