રાજકોટના સવાણી કુંજને ગણિતમાં 100માંથી 100 માર્કસ મળ્યા રાજકોટ:ગુજરાત રાજ્યના બોર્ડનું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષ સમગ્ર રાજ્યનું બોર્ડનું પરિણામ 65.58 ટકા જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા આ વખતે ઓછું નોંધાયું છે. એવામાં રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું આ વખતે બોર્ડમાં 82.49 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 72.05 ટકા વિદ્યાર્થિનીઓ અને 72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 196 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો 'આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે જેમાં મારા 99.43 પીઆર આવ્યા છે. જેનો મને ખૂબ જ આનંદ છે અને ખુશી છે. મને ગણિત વિષયમાં 100માંથી 100 માર્કસ આવ્યા છે તેની પણ મને ખુશી છે. સ્કૂલમાં દરરોજ 7 કલાક આપવી પડતી હોય છે અને ઘરે દૈનિક 10 કલાક વાંચન કર્યું હતું. ખાલી વાંચનથી જોઈએ એટલા માર્કસ લાવવામાં સફળતા મળતી નથી પરંતુ પ્રેક્ટિસ પણ ખૂબ જ મહત્વની છે.' --સવાણી કુંજ, વિદ્યાર્થી
મીરા વિરાણીને આવ્યા 99.89 પીઆર: ધોળકિયા સ્કૂલમાં જ અભ્યાસ કરતી વિરાણી મીરાએ ETV ભારતને જણાવ્યું હતું કે, '12 સાયન્સમાં મને 99.89 પીઆર મળ્યા છે જેના માટે હું મારી ધોળકિયા સ્કૂલની આભાર માનીએ છીએ. સ્કૂલના શિક્ષકો અને મારા માતા પિતાએ મને ઘણો સપોર્ટ આપ્યો છે જેના કારણે હું આ પરિણામ મેળવી શકી છું. મારે ભવિષ્યમાં ડોકટર બનવું છે. બોર્ડના અન્ય વિદ્યાર્થીઓને મસેજે આપતા મીરાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરણ 12 આ વિદ્યાર્થીઓ માટે જીવનનો ટર્નિંગ પોઇન્ટ આવે છે જેના માટે તમારે આ માટે થોડીક મહેનત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મીરાના પિતા સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચોGujarat Education Board Result: ધો.12 સાયન્સનું પરિણામ જાહેર, 65.58 ટકા પરિણામ-સૌથી વધારે હળવદ કેન્દ્રનું
આ પણ વાંચો12th Science Result : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે મંગળવારે પરિણામ જાણવું ખૂબ સરળ થયું