રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા ગુરૂવાર સવારે 10 વાગ્યા આસપાસ ભરૂડી ટોલનાકા પાસે પહોંચ્યા હતા. ત્યારે વાહનોની લાંબી લાઈનો લાગી હતી તેઓ નીચે ઉતરી ટોલ પ્લાઝાના અધિકારીઓને સ્થળ પર બોલાવી આડે હાથ લીધા હતા અને તાબડતોબ ટ્રાફિક ક્લીયર કરવાની ફરજ પાડી હતી.
રાજકોટમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ - જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ
રાજકોટ: ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂચ ટોલનાકા પાસે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકોને મુશ્કેલી બની ગઈ છે. ત્યારે આ સમસ્યામાં ખુદ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની ગાડી ફસાતા કેબિનેટ પ્રધાન અને ટોલ પ્લાઝાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.
રાજકોટમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ
ઘણા વાહનચાલકોએ ફાસ્ટ ટેગ લગાવ્યા હોવા છતાં પણ આ ટોલપ્લાઝા પર સમયનો વેડફાટ કરવાનો વારો આવે છે. ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા ફાસ્ટ ટેગ અને કેસ લાઇન અંગે કોઈ સચોટ માર્ગદર્શન ન આપતા ટ્રાફિક જામની સમસ્યા રોજિંદા થાય છે.
Last Updated : Jan 16, 2020, 9:33 PM IST