રાજકોટ: રાજકોટ દક્ષિણની બેઠક પરથી છેલ્લા ત્રણ ટર્મથી ભાજપના ગોવિંદ પટેલ ચૂંટણી જીતતા આવ્યા હતા, ત્યારે આ વખતે ભાજપ દ્વારા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસના (Rajkot assembly seat) પૂર્વ પ્રમુખ હિતેશ વોરાને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ આપ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાની ટિકિટ આપવામાં આવી છે. એટલે કે આ ત્રણેય પાર્ટીના ઉમેદવાર પાટીદાર છે, ત્યારે આ બેઠક પર ખરાખરીનો ખેલ જોવા મળશે જાણીએ શું છે આ બેઠકનો ઇતિહાસ આવો જાણીએ. (Rajkot South Seat)
રાજકોટ દક્ષિણ બેઠકનો ઇતિહાસ દેશમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં એક માત્ર આ બેઠક પર ચીમનલાલ શુક્લે જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીના પાયામાં જનસંઘ રહેલું છે. જનસંઘના ખાતામાં ગયેલી આ સીટ બાદ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. છેલ્લે 1990માં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન મનોહરસિંહ જાડેજા ચુંટાયા હતા. જે બાદ 1998થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપ વિજેતા થયું આવ્યું છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો ઉપયોગ કરી ગોવિંદ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જ્યારે 2017માં ગોવિંદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ચોવટીયા સામે 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો. (Rajkot South seat candidate)
ત્રણેય ઉમેદવાદની ખાસિયત રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ત્રણેય ઉમેદવારની વાત કરવામાં આવે તો, ભાજપ દ્વારા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. રમેશ ટીલાલા એક ઉદ્યોગપતિ છે. જ્યારે તેઓ વર્ષોથી શાપર વેરાવળ એસોસિયેશનમાં કાર્યરત છે તેમજ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી છે. તેમજ ઉદ્યોગપતિ છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા પણ જેમને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પણ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે. કોંગ્રેસ દ્વારા જેમની ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે. હિતેશ વોરા પાટીદાર સંસ્થા સાથે જોડાયેલા છે તેમજ કોરોના દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ કરી છે.