ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘરમાં વિરોધનો સુર : કોંગ્રેસે પોતાના જ ઉમેદવારનો કર્યો વિરોધ

રાજકોટના જેતપુર જામકંડોળા (Congress protest in Jetpur) વિધાનસભા પર કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ શરૂ થયો છે. ઉમેદવારને બદલવાની માંગ સાથેની બેઠક (Rajkot assembly Candidate) યોજાઈ હતી. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર (Gujarat Assembly Election 2022)

ઘરમાં વિરોધનો સુર : કોંગ્રેસે પોતાના જ ઉમેદવારનો કર્યો વિરોધ
ઘરમાં વિરોધનો સુર : કોંગ્રેસે પોતાના જ ઉમેદવારનો કર્યો વિરોધ

By

Published : Nov 12, 2022, 2:28 PM IST

Updated : Nov 12, 2022, 4:28 PM IST

રાજકોટ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓએ (Jetpur assembly seat) પોતાના મુરતિયાઓ મેદાને ઉતાર્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાની જેતપુર જામકંડોરણા વિધાનસભા ઉપર કોંગ્રેસ તરફથી દીપક વેકરીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દીપક વેકરીયાના નામ જાહેર થતાની સાથે જ જેતપુરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. તેને લઈને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી અને ઉમેદવારને બદલવાની માંગ કરવામાં આવી છે.(Congress candidate Protest in Jetpur)

કોંગ્રેસે પોતાના જ ઉમેદવારનો કર્યો વિરોધ

ઘરમાંને ઘરમાં વિરોધ જેતપુર જામકંડોળા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દીપક વેકરીયાના વિરોધના કરવામાં આવ્યો હતો. જેને લઈને પાર્ટીએ કરેલા નિર્ણયને બદલવાની માંગ સાથે જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા (Rajkot Assembly Candidate) ગામે કોંગ્રેસ અને યુદ્ધ કોંગ્રેસ સાહિત્યના નેતાઓ કાર્યકર્તાઓ આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. દીપક વેકરીયા સિવાય અન્યને ટિકિટ આપવાના એક સુર સાથે વિરોધનો વંટોળ શરૂ થયો છે. (Congress protest in Jetpur)

વિરોધનો વંટોળ શરૂ જેતપુર જામકંડોળા વિધાનસભા પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારને લોકો હજી પૂર્ણ રીતે ઓળખતા નથી. તેમ જ તેઓ આર્થિક રીતે પણ સક્ષમ ન હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, જો પાર્ટી પોતાનો નિર્ણય બદલે નહીં કે બીજો ઉમેદવાર જાહેર નહીં કરે તો રાજીનામાં ઓના દોર શરૂ થશે. તેની પર કિમ કે ઉચ્ચારી છે ત્યારે આ સમગ્ર વિરોધના બાબતને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક મીટીંગ યોજી વિરોધનો વંટોળ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. (Gujarat Assembly Election 2022)

Last Updated : Nov 12, 2022, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details