ગુજરાત

gujarat

By

Published : Dec 9, 2022, 2:55 PM IST

ETV Bharat / state

રાજકોટની તમામ બેઠકો પર કેસરી ટોપી! કોણ કેટલી લીડથી જીત્યું જૂઓ

રાજકોટ શહેર અને જિલ્લાની તમામ બેઠકો પર ભાજપની (Rajkot assembly seat) જીત થતાં હાલ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર અને જિલ્લામાં ભાજપના ઉમેદવાર (BJP seats in Rajkot) કેટલી લીડથી જીત હાંસલ કરી છે જૂઓ. (Gujarat Assembly Election 2022)

રાજકોટની તમામ બેઠકો પર કેસરી ટોપી! કોણ કેટલી લીડથી જીત્યું જૂઓ
રાજકોટની તમામ બેઠકો પર કેસરી ટોપી! કોણ કેટલી લીડથી જીત્યું જૂઓ

રાજકોટ : ગઈકાલે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જે રીતે જાહેર થઈ ગયું છે. જેમાં રાજકોટ જિલ્લાની આઠેય (Rajkot assembly seat) બેઠક પર આ વખતે ભાજપના ઉમેદવારો જીત્યા છે. જ્યારે આઠેય બેઠક પર ભાજપની જીત થતા રાજકોટ ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2017માં જસદણ અને ધોરાજી બેઠક પર કોંગ્રેસ જીત્યું હતું, પરંતુ વર્ષ 2022ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની આઠેય બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પાસે એક પણ બેઠક આવી નથી. (Rajkot assembly election)

રાજકોટ શહેરની ચાર બેઠક પર ભાજપની જીતરાજકોટ શહેરની ચારેય બેઠક પર ભાજપની જીત થઈ છે. જેમાં રાજકોટ પૂર્વની વાત કરવામાં આવે તો રાજકોટ પૂર્વમાં ભાજપના ઉદય કાનગડને 86194 મળ્યા હતા. જેમાંથી તેઓ 28,635 મતોની લીડથી જીત્યા છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર ડો દર્શિતા શાહને 1,38,687 મત મળ્યા છે. તેઓ 1,05,975 મતોની લીડથી જીત્યા છે. રાજકોટ દક્ષિણના ઉમેદવાર રમેશ ટીલાળાને 1,01,734 મતો મળ્યા છે. જ્યારે ટીલાળા 78,864 મતોની લીડથી વિજેતા બન્યા છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાને એક 1,19,695 મત મળ્યા છે જ્યારે ભાનુબેન 48, 494 મતોની લીડથી વિજેતા થયા છે. (Gujarat Assembly Election 2022)

જિલ્લાની ચાર બેઠક પર પણ ભાગ ભગવો લહેરાયો રાજકોટ જિલ્લાની ચાર બેઠકો પર પણ ભગવો (Rajkot Assembly Candidate) લહેરાયો છે. જેમાં જસદણ બેઠક પર ભાજપના કુંવરજી બાવળિયાને 63,808 મત મળ્યા છે. જ્યારે બાવળિયા 16,172 મતોથી મતોની લીડથી વિજેતા બન્યા છે. ગોંડલ બેઠક પર ભાજપના ગીતાબા જાડેજાને 86,062 મતો મળ્યા છે. તેઓ 43,313 મતોની લીડથી વિજેતા બન્યા છે. જેતપુરમાં ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાને 1,06,471 મત મળ્યા છે. તેઓ 76,926 મતોની લીડથી વિજેતા થયા છે. જ્યારે ધોરાજીમાં ભાજપના ઉમેદવાર ડો મહેન્દ્ર પાડલીયાને 65,871 મત મળ્યા છે. તેઓ 12,091ની લીડ સાથે વિજેતા થયા છે. (BJP seats in Rajkot)

ABOUT THE AUTHOR

...view details