મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉનમાં 8 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ફરીયાદ નોંધાઈ હતી. રાજકોટના એક વિસ્તારમાં રહેતા શામજી કોળી નામના શખ્સે પોતાની પૌત્રીની બહેનપણીને ખારેક આપવાની લાલચ આપીને રૂમમાં પુરી દીધી હતી. ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું.
રાજકોટમાં પૌત્રીની બહેનપણી સાથે દાદાએ કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય - Gujarati News
રાજકોટઃ રાજકોટના એક વિસ્તારમાં રહેતા આધેડે પોતાની પૌત્રીની 8 વર્ષની બહેનપણી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
રાજકોટમાં પૌત્રીની બહેનપણી સાથે દાદાએ કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
જો કે 8 વર્ષની બાળાએ પોતાના માતા પિતાને સમગ્ર બનાવ અંગે જાણ કરતા આધેડનો ભાંડો ફુટ્યો હતો અને બાળકીના માતા પિતા દ્વારા આ અંગેની ફરીયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ રાજકોટ મહિલા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાસરની કાર્યવાહી હાથ ધરી હતી.