જયદેવ ઉનડકટે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમે બીજી રણજી ટ્રોફી મેળવી છે. રાજકોટ: રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ દ્વારા બંગાળની ટીમને પરાજય આપવામાં આવ્યા બાદ રણજી ટ્રોફી પર કબ્જો કરવામાં આવ્યો હતો. રણજી ટ્રોફી જીત્યા બાદ સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ વખત રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચી હતી. જ્યાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના હોદ્દેદારો સહિતના ક્રિકેટ રશિયાઓએ સૌરાષ્ટ્રની ટીમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ખેલાડીઓ પણ આ ભવ્ય સ્વાગતના કારણે ઉત્સાહમાં જોવા મળ્યા હતા.
રણજીમાં ચેમ્પિયન બનેલી સૌરાષ્ટ્રની ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બંગાળની ટીમને હરાવીને બન્યું ચેમ્પિયન:કલકત્તા ખાતે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળની ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રની ટીમે 9 વિકેટે જીત મેળવી હતી અને રણજી ટ્રોફી પોતાના નામે કરી હતી. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ કેપ્ટન જયદેવ ઉનડકટે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે ચેતન સાકરિયાએ 3 વિકેટ લીધી હતી. આ મેચમાં 9 વિકેટ લેવા માટે જયદેવ ઉનડકટને પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો. ભવ્ય જીત મેળવ્યા બાદ સૌરાષ્ટ્રની ટીમ રાજકોટ એરપોર્ટ ઉપર આજે સાંજના સમયે આવી પહોંચી હતી. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોVice Captain of Test Team India : કેએલ રાહુલ પછી આ 3 ખેલાડીઓ છે વાઇસ કેપ્ટનના દાવેદાર?
અર્પિત વસાવડા પ્લેયર ઑફ ધ સિરીઝ:સૌરાષ્ટ્ર રણજી ટીમની કેપ્ટનશિપ લેફ્ટ આર્મ બેટર અર્પિત વસાવડાએ કરી હતી. સાથે તેમને સિરીઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમના પ્રદર્શનને આકારને સિઝનના પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરાયા છે. અર્પિત વસાવડાએ સિઝનમાં 15 ઇનિંગ્સમાં 75.58ની એવરેજથી 907 રન ફટકાર્યા હતા.
આ પણ વાંચોMost IPL Winners Team : કઈ ટીમે સૌથી વધુ IPL ટ્રોફીનો ખિતાબ જીત્યો છે જાણો.....
બીજી વખત જીતી રણજી ટ્રોફી:સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમ અગાઉ પણ એક વખત રણજી ટ્રોફી જીતી ચુકી છે. બીજી વખત પણ રણજી ટ્રોફી પોતાના નામે કરી છે. જેને લઇને સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જયદેવ ઉનડકટે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમે બીજી રણજી ટ્રોફી મેળવી છે. આ સાથે જ ટીમના ખેલાડીઓનું પર્ફોમન્સ પણ સુધર્યું છે અને ભવિષ્યમાં પણ ટીમ આ પ્રકારના અચિવમેન્ટ મેળવતી રહે તેવી મને પૂરી આશા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ટીમને એરપોર્ટ ખાતે લેવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની જીતને બિરદાવી હતી.