ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Khodaldham: UP રાજ્યપાલ આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા - આનંદીબેનના પુત્રી અનાર પટેલ

રાજકોટ જિલ્લામાં આવેલ ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂર્ણ થયા છે. સાતમો પાટોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન વર્તમાન સમયના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ સહિતના 43 વ્યક્તિઓ ટ્રસ્ટી તરીકે જોડાયા હતા.

http://10.10.50.85:6060/reg-lowres/21-January-2023/gj-rjt-rural-jetpur-kagvad-khodaldham-governer-anandiben-patel-doughter-new-trusty-in-khodaldham-gj10077_21012023170757_2101f_1674301077_483.mp4
http://10.10.50.85:6060/reg-lowres/21-January-2023/gj-rjt-rural-jetpur-kagvad-khodaldham-governer-anandiben-patel-doughter-new-trusty-in-khodaldham-gj10077_21012023170757_2101f_1674301077_483.mp4

By

Published : Jan 23, 2023, 3:32 PM IST

રાજ્યપાલ આનંદીબેનના પુત્રી રાજ્યપાલ આનંદીબેનના પુત્રી અનાર પટેલ ખોડલધામના નવા ટ્રસ્ટી બન્યા

રાજકોટ:લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજીનું રાજકોટ જિલ્લામાં આવેલ ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને છ વર્ષ પૂર્ણ થયા છે. ખોડલધામનો સાતમો પાટોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખોડલધામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓનો સમવેશ થયો હતો. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ અને પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને વર્તમાન સમયના ગવર્નર આનંદીબેન પટેલની પુત્રી સહિતના 43 વ્યક્તિઓ ટ્રસ્ટી તરીકે જોડાયા હતા.

અનાર પટેલ બન્યા ખોડલધામના નવા ટ્રસ્ટી:ખોડલધામ ખાતેનાં આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા ગુજરાતના લેઉવા પાટીદાર ધારાસભ્યો, પ્રધાનો સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું સુતરની હારમાળાથી સ્વાગત કરવામાં આવ્યુ હતું અને આ તકે નવા જોડાયેલ તમાં ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આ નવા ટ્રસ્ટીઓમાં ગુજરાત રાજ્યના પૂર્વ અને પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને વર્તમાન સમયના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ પણ સામેલ થયા હતા. જેમનું પણ આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Rajkot News : સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશને લઈને કાગવડમાં ભવ્ય આયોજન

7મા પાટોત્સવની ઉજવણી:ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ ખોડલધામ ટ્રસ્ટના નવા ટ્રસ્ટી બન્યા છે. આ ઉપરાંત બીજા કુલ નવા 44 જેટલા ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં આ સાથે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ મહોત્સવમાં નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડીયા સહિતના પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખોડલધામ મંદિરના 7મા પાટોત્સવ પ્રસંદે મંદિરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોમાં ખોડલના દર્શન કરવા માટે આવવાના હોઈ વ્યવસ્થાના ભાગ રૂપે 4000થી પણ વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગ રહ્યો હતો.

આ પણ વાંચો:Khodaldham Temple History: રાજકીય મહત્વ ધરાવતા ખોડલધામ મંદિરને પુરા થયા 6 વર્ષ

52 ગજની ધ્વજાનું આરોહણ:આપને જણાવીએ કે, ખોડલધામ મંદિર દેશ - વિદેશમાં જાણીતું છે. ધર્મસ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 6 વર્ષ પુરા થયા અને 7માં વર્ષમાં પ્રવેશ થતાં આ ઉત્સવને યાદગાર બનાવવા અવનવા આયોજનો હાથ ધરાયા હતા. અહિંયા સ્વયંસેવકો દ્વારા વૈદિક હવન અને ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નવા મંત્રીઓ અને નવા ચૂંટાયેલા MLA અને ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા 52 ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details