રાજકોટઃઆ છે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દૂધીવાદર ગામમાં આવેલી સ્માર્ટ(Dudhivadar Government Smart School ) શાળા. આ સ્માર્ટ શાળા રાજકોટ જિલ્લાની પ્રથમ સ્માર્ટ શાળા(Rajkot first smart school) છે, જ્યાં વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓ સાથે ગમ્મત તેમજ મનોરંજન સાથે શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે.
ગામડામાં એડમીશન માટે આવી રહ્યા -આ શાળાના સુંદર શૈક્ષણીક કર્યો અને તેમના સારા પરિણામોને લઈને આ શાળાને અનેક એવોર્ડ અને અનેક સન્માનો પણ મળ્યા છે. હાલ આ શાળા રાજકોટ જિલ્લાની પ્રથમ સ્માર્ટ શાળા (Modern School of Dudhivdar)તરીકે પ્રસિદ્ધ થતા ખાનગી શાળાના પણ વિદ્યાર્થીઓ અહીં ગામડામાં આવેલ સ્માર્ટ શાળામાં એડમીશન માટે આવી રહ્યા છે.
આ પણ વાંચોઃરાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા બનાવાશે સ્માર્ટ શાળા, તૈયારીઓ શરૂ
જીવન દૃશ્યો સાથે અભ્યાસ -અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટચ સ્ક્રીન સુવિધા (Government Smart School )વાળા બોર્ડ અને સંપૂર્ણ વાઇફાઇ સાથે લાઈવ અભ્યાસ પણ પૂરો પાડવામાં આવે છે. જેથી અહીં બાળકો માત્ર કાગળ પર નહીં પરંતુ જીવન દૃશ્યો સાથે પણ અભ્યાસ મેળવતા નજરે પડી રહ્યા છે.
ખાનગી શાળા કરતા પણ સારી સુવિધા -વિદ્યાર્થીઓમાં પણ આ શાળાના અભ્યાસને લઈને ખૂબ આનંદ હોઈ તેવું પણ સામે આવ્યું છે. કારણ કે ખાનગી શાળાઓમાં પણ આટલી સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી જેટલી આ સરકારી શાળામાં પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચોઃSmart School Of Mehsana : સરકારી શિક્ષકની જાતમહેનત અને ધગશે ગામની શાળાને બનાવી સ્માર્ટ સ્કૂલ, પુત્રીએ પણ ગૌરવ વધાર્યું
આર્થીક રીતે સારા પરિવારના બાળકો આ શાળામાં આભ્યા કરે -સામાન્ય રીતે સરકારી શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નજરે પડતા હોય છે. પરંતુ દૂધીવદર ગામની આ સ્માર્ટ શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં માત્ર ગરીબ કે પછાત વર્ગના જ વિદ્યાર્થીઓ નથી પરંતુ ડોક્ટર, વકીલ, સરકારી કર્મચારીઓ, ક્લાસ ટુ અધિકારીઓ, મોટા વેપારીઓ સહિતના સૌ કોઈના બાળકો અહીં આ સ્માર્ટ શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે.
વિદ્યાર્થીઓએ આ શાળામાં એડમિશન લઈ રહ્યા -આ સ્માર્ટ શાળાના સારા અભ્યાસક્રમને લઈને છેલ્લા ચાર વર્ષની અંદર આ શાળામાં 80 કરતા પણ વધારે ખાનગી તેમજ મોટા શહેરોમાં આવેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ શાળામાં એડમિશન લઈ રહ્યા છે. બાળકોના સારા અભ્યાસક્રમને આગળ વધારવા માટે વાલીઓ તરફથી પણ સાથ અને સહકાર જોવા મળી રહ્યો છે.