ગોંડલ તાલુકા શાળાના પટમાં વરલી મટકાનો જુગાર રમતા 2 ઝડપાયા - rajkot letest news
રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વધેલી ગેરકાનૂની પ્રવૃત્તિઓની ઉઠેલી બૂમરાળ વચ્ચે RR સેલના મદનસિંહ ચૌહાણ સહિતના પોલીસ કાફલાએ તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં દરોડો પાડયાં હતા.

ગોંડલ તાલુકા શાળાના પટમાં વરલી મટકાનો જુગાર રમતા 2 ઝડપાયા
ઈકબાલ જુમાભાઈ, રફીક ભાઇ વાળાઓ વરલી મટકાનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા 10,500 તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 15,500ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી સીટી પોલીસ મથક હવાલે કર્યા હતા. આ અંગેની વધુ તપાસ PSI,બી.એલ ઝાલાએ હાથ ધરી હતી.