- જેતલસર ગામમાં સગીર વયની યુવતીની કરાઇ હતી હત્યા
- ગોપાલ ઈટાલિયા પીડિત પરિવાની મુલાકાતે પહોંચ્યા હતા
- કસ્ટોડિયલ ડેથ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ છે: ગોપાલ ઈટાલિયા
રાજકોટઃજિલ્લાના જેતલસર ગામમાં થોડા દિવસ પહેલાં જ સગીર વયની યુવતીને 28 જેટલા છરીના ઘા મારીને હત્યા નિપજાવવામાં આવેલી હતી. હત્યાના આરોપી જયેશ સરવૈયા દ્વારા યુવતીને લગ્ન કરવાનું કહેતા યુવતીએ લગ્નની ના પાડી હતી. જેને લઇને ઉશ્કેરાયેલા જયેશ સરવૈયાએ સગીરાની ઘાતકી હત્યા નીપજાવી હતી. આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા આ ઘટનાને લઇને મૃત્યુ પામનારી યુવતીના પરિવારને સાંત્વના આપવા માટે રાજકોટ જિલ્લા જેતપુર તાલુકાના જેતલસર ગામે પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા.
ગોપાલ ઈટાલિયા પોલીસ પર થયા આક્રોષિત
ગોપાલ ઈટાલિયા સરકાર અને પોલીસ પર આક્રોષિત થયા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર અને પોલીસ નામની ચીજ હોય તો કોઈ વ્યક્તિમાં આટલી હિંમત ક્યાંથી આવે છે કે, કોઈના ઘરમાં ઘૂસીને કરપીણ હત્યા કરી નાખે ? તેમણે એ પણ જણાવ્યું કે, ગામડાઓમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, ત્યારે ખેતી કરવા જતાં માતા-પિતાને ઘરે રહેલી એકલી દીકરીની ખૂબ ચિંતા થતી હોય છે. જે ચિંતાનો વિષય છે. આગળ તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતના સ્કૂલો, કોલેજો, બસ સ્ટેશન જગ્યાઓએ અસામાજિક તત્વોનો ભયંકર ત્રાસ છે.