ખેડૂતોની રજુઆત છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેતે સમયે શહેરમાં પાણીની જરૂરિયાત હોય તે સમયે કરાર કરીને પાણીની માંગ કરી હતી. તેમજ અત્યાર સુધી ભાદર 1 ડેમમાંથી રાજકોટ શહેરને કેટલાક ટકા પાણી આપવા આવતું હતું. પરંતુ જે તે સમયે કરવામાં આવેલો કરાર પૂરો થઈ ગયો છે .
ભાદર 1 ડેમનું પાણી માત્ર સિંચાઇ માટે આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર - rajkot kheduto paresan
રાજકોટઃ રાજ્યમાં આ વર્ષે ખુબજ સારો વરસાદ પડ્યો છે, પરંતુ રાજકોટ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીના વલખા મારવા પડી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર 1 ડેમનું પાણી માત્ર ખેડૂતોની સિંચાઈ માટે આપવામાં આવે તે માંગ સાથે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં સારો વરસાદ, છતાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને પાણી માટે વલખા
તેમજ હાલ રાજકોટ શહેરની સૌની યોજના મારફતે પાણી સમસ્યા કાયમી ઉકેલાઈ ગઈ છે. જેને લઈને ભાદર 1 ડેમની આસપાસના ખેડૂતોની માંગ છે. ભાદર 1 ડેમનો રાજકોટ શહેરને પાણી આપવાનો જે કરાર પૂર્ણ થયો છે, તેને ફરી રીન્યુ કરવામાં ન આવે, તેમજ ભાદર 1 ડેમનું પાણી માત્ર ખેડૂતોને સિંચાઈ માટે હોય તેને ખેડૂતો માટે અનામત રાખવામાં આવે.
આ સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે, કે જો આગામી દિવસોમાં તેમની માંગ સ્વીકારવામાં નહિ આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરશે.