7 ડિસેમ્બર 2019ના રોજ કમ્બોડીયા ખાતે વિશ્વના 35 થી વધુ દેશના 4000 થી વધુ બાળકોએ યુસીમાસની 24મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ દીપેનભાઈ A1 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી, A2 કેટેગરીમાં દાફડા રથીન શૈલેષભાઇ અને જોશી તીર્થ જયદીપભાઈએ પ્રથમ ક્રમ મેળવેલ હતો.
ગોંડલના ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા - ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા
રાજકોટ: ગોંડલના ત્રણ બાળકો ગણિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા થયા 8 મિનિટમાં 200 દાખલ ગણી માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ A1માં ચેમ્પિયન, જોશી તીર્થ અને દાફડા રથીન A2 પ્રથમ ક્રમ મેળવ્યો.
4000થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમને કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક સાધન કે, કેલ્ક્યુલટર કે કોમ્પ્યુટરની મદદ વિના સંપૂર્ણ પણે પોતાના જ મગજનો ઉપયોગ કરી પોતાનું લોજીક તર્ક શક્તિ વાપરીને પુરી ઝડપ અને ચોકસાઈ સાથે 8 મિનિટમાં 200 દાખલા કરવાના હતા અને ગોંડલના આ બાળકોએ તેમની પોતાની કેટેગરીમાં અદભુત કૌવત દાખવીને ટ્રોફી મેળવી હતી.
આ ત્રણેય બાળકો છેલ્લા ચાર મહિનાથીઆ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી કરી રહેલ હતા.આજે આ બાળકો પાસે એવી ઝડપ છે. જો કોઈ પોતાના 10 આંકડા ન મોબાઈલ નંબર બોલે અને જેવો છેલ્લો નંબર પૂરો કરે કે, તરત જ તેમનો સરવાળો આ ટાબરિયાવ સરળતાથી કરી આપે છે.
વિજેતા બનનાર આ ત્રણેય બાળકોને કમ્બોડીયા ખાતે યુસીમાસ ઇન્ડિયાના હેડ સ્નેહલ કારિયાના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યાં હતા અને આ બાળકોને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના મેન્ટર, માઈન્ડ અને મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા, ઇશાનીબેન ભટ્ટ , માનસીબેન હિરપરા અને તેમની ટીમને પણ અભનંદન આપ્યા હતા. રજનીશભાઈ સાથે આ બાળકોની સફળતા બાબત પૂછતાં તેમણે જણાવ્યું કે રોજની માત્ર 2 થી 3 કલાકની મેહનત છેલ્લા 4 મહિનાથી સતત કરેલ છે. કોઈ પણ બાળકમાં શક્તિ તો પડેલ જ હોય છે. પરંતુ જરૂર હોય છે. માત્ર તેને જાગૃત કરવાનીઆ સાથે જ માતા -પિતાનો રોલ પણ એટલો જ મહત્વનો થઈ જાય છે. નાનો બાળક ક્યારેય પોતાના માતા પિતાની અપેક્ષાનો બોજ પોતાના ખંભા પર ઝીલી નથી શકતો, એટલે જે માબાપ પોતાના બાળકને પોતાની રીતે આગળ વધવા પ્રોત્સાહન આપે અને યોગ્ય માર્ગદર્શનની ગોઠવણ કરી આપેતો ચોક્કસ બાળક આગળ વધે જ છે.