ગુજરાત

gujarat

ETV Bharat / state

"વાયુ" વાવાઝોડાના પગલે ગોંડલનું વહીવટી તંત્ર એલર્ટ - Gujarari news

રાજકોટઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં પરાવર્તિત થઇ રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાઇકાંઠાના વિસ્તારોને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ કરાયો છે. રાજકોટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટે બેઠક યોજી હતી. જેમાં આવનારી સમસ્યા સામે રક્ષણ મેળવવા માટેની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

"વાયુ" વાવાઝોડા પગલે ગોંડલનું વહીવટી તંત્ર એલર્ટ

By

Published : Jun 12, 2019, 8:32 AM IST

વાયુ વાવઝોડાને કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અફાડાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે ગુજરાતમાં પણ દરિયાઇ વિસ્તારોને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, સુરક્ષા માટે NDRFની ટીમને પણ દરિયાઇ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ સંભવિત અસરકારક 4 તાલુકા છે. જેમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે. 4 તાલુકાના 35 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા અને ફાયર અધિકારી સુરેશભાઇ મોવલિયા દ્વારા ફાયરના તમામ સ્ટાફને રજા કેન્સલ કરવા સહિતની તમામ સૂચના અપાઇ હતી. તેમજ 40 ફાયર જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. બચાવ કામગીરીના સાઘનો જેવા કે, લાઇફ બોયા, લાઇફ જેકેટ, રશા , ઇમજન્સી કટર, ફાયર સેફ્ટી માટે ફોર્મ લિક્વિડ અને સ્યુટિ પાઉડર, 4 ફાયર ફાઇટર,3 એબ્યુલન્સ,રેસક્યુ ટાવર ,લેડર સ્ટેન્ડ બાઇ રાખવામાં આવ્યું છે.

આમ, ગોંડલમાં સુરક્ષાને લઇને તંત્રએ તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખીને બચાવ તૈયારીઓ હાથ ધરી છે. સાથે સામાન્ય નાગરીકોને પણ સજાગ રહેવાની સૂચનાઓ આપી છે.

ABOUT THE AUTHOR

...view details