ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના શેમળા નજીક ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 2ના મોત, 15ને ઇજા

રાજકોટ નેશનલ હાઈવે પર શેમળા ગામના પાટિયા પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં હાઈવે પર ચીચીયારી બોલી હતી. અકસ્માત બાદ કન્ટેનર હાઈવે પર કેબિન સાથે અથડાતા કેબીનનો પણ ભૂકો બોલાવી દીધો હતો.

gondal
ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

By

Published : Jan 30, 2020, 3:09 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલના શેમળા ગામના પાટીયા પાસે અવાર નવાર અકસ્માતની વણજાર સર્જાયા કરતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માત ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં બેસી પેટીયુ રળવા જતા શ્રમિકો તોતિંગ કન્ટેનરની નીચે દબાઈ જવા પામ્યા હતા. જેમને કારણે નેશનલ હાઈવે પર ચિંચીયારી ઉઠી હતી.આ અકસ્માતમાં છોટુભા ચંદુભા જાડેજા અને ગોવિંદભાઇ નાનાભાઈ પટેલ ઘટના સ્થળે મોત થયા હતા.

ગોંડલના શેમળા પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

કમલેશભાઈ ભૂરીયા, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ ખુમાભાઈ, અનિતાબેન, કમલેશભાઈ ભુરિયા, રામસિંગભાઈ વર્ધનભાઈ, બાબુભાઇ પટેલ, ભીમજીભાઈ ડોડીયા, શંકરભાઇ પટેલ, દીપસિંગભાઈ પટેલ, ધર્મેશભાઈ મેળા, સુમનબેન મેળા, લલીતાબેન ડોડીયા, ગુડીબેન શીંગાળા, આશાબેન મુકેશ, કવિતાબેન ડોડીયાને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ 7 લોકોને રાજકોટ રીફર કરાયા હતા. મૃતદેહને કાઢવા માટે ક્રેન, જેસીબી બોલાવી ઇમરજન્સી બચાવ કામ શરૂ કર્યું હતું. આ બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસનો મોટો કાફલો અકસ્માત સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details