ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં રમેશભાઈ ઓઝાએ શિક્ષણ, આરોગ્યની સાથે બાળપણની વાતો કરી - ગોંડલ

ગોંડલ: રામજી મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહને બિરાજતા ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સોનલ બંગલા ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને શિક્ષણ આરોગ્ય ની સાથે બાળપણની વાતો કરી હતી.

etv bharat goandal

By

Published : Sep 8, 2019, 7:50 AM IST

જીવનમાં સુખ દુઃખની જેમ પરિશ્રમ પણ જરૂરી છે. વર્તમાન સમયમાં યુવાવર્ગમાં અંગ્રેજી ભાષાની સાથો સાથ પશ્ચિમી સંસ્કૃતિનું પ્રમાણ વધતું હોય તે અંગે રમેશભાઈ ઓઝાએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજી ભાષા ઇન્ટરનેશનલ ફલક પર છે, તે આવડવી પણ જરૂરી છે, પરંતુ આપણા શરીરમાં અંગ્રેજ ન પ્રવેશે તેનું ધ્યાન રાખવું જોઈએ. પોરબંદર સાંદીપની વિદ્યાનિકેતન સોલા ભાગવત વિદ્યાપીઠ સહિતની અનેક જગ્યાઓએ વિદ્યાર્થીઓ સંસ્કૃતનો અભ્યાસ કરી રહ્યા છે. દિવસેને દિવસે સંસ્કૃત શીખવા પ્રત્યે વિદ્યાર્થીઓને સાથે લોકો પણ ઉત્સુકતા થાય તે જરૂરી છે. સંસ્કૃતની વધુ પાઠશાળા ગુરુકુળ માટે તેઓ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવનાર છે.

ગોંડલ રમેશભાઈ ઓઝાએ શિક્ષણ આરોગ્યની સાથે બાળપણની વાતો કરી

પૂજ્ય હરિચરણદાસજી મહારાજના આશીર્વાદથી ચાલતી શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ દર્દીઓ માટે સંજીવની સમાન છે. રાજકીય નેતાઓ અને સરકાર પોતાના મુખે એવું પણ સ્વીકારે છે કે, ખરેખર સરકારનું કામ આવી સંસ્થાઓ કરી રહી છે. હજુ પણ ગામેગામ સેવાકીય હોસ્પિટલોની ખૂબ જ જરૂરિયાત છે. સરકાર લોકોની તંદુરસ્તીને લઇ અનેક રૂપિયા ખર્ચી રહી છે. પરંતુ સરકારી નીવડેલી સંસ્થાઓના માધ્યમથી હોસ્પિટલ વધારવી જોઇએ જેથી કરીને લોકો બહોળી સંખ્યામાં તેનો લાભ લઇ શકે.

રમેશભાઈ ઓઝાની બાળપણની વાતો

બાળપણમાં અમારા ઘરે પાણીનો ટાંકો બનાવવો હતો. પરંતુ પિતા પાસે પૂરતા નાણાં ન હતા બાપ-દીકરાએ હાથે ટાંકો બનાવવાનું નક્કી કર્યું. બળદ ગાડામાં રેતી સિમેન્ટ અને ઈંટો લાવ્યા અને જાતે જ ટાકો કર્યો હતો. નવાઈની વાત તો એજ ભૂકંપનો માર મકાન સહન ન કરી શક્યો પરંતુ આ ટાકો અડીખમ ઊભો રહ્યો હતો. રમેશભાઈ ઓઝાએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થવી જોઈએ સર્વ પ્રથમ માનવ ધર્મ હોવો જોઈએ

ABOUT THE AUTHOR

...view details