રાજકોટઃ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા પી. જી. બાંટવાને ત્યાં લક્ષ્મીરૂપી પુત્રીનો જન્મ થયો હતો. લક્ષ્મીરૂપી દીકરીના અવતરણના સમાચાર મળતા જ પી.એસ.આઇ બાંટવા ધર્મ પત્ની અને નવજાત પુત્રની તબિયત પૂછવા ગોંડલથી તાલાળા સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા.
પુત્રીના જન્મના સમાચાર મળતા PSI બાંટવા નવજાત પુત્રીનું મોઢું જોઈ ફરી ડ્યૂટી પર હાજર થયા - ગોંડલ ન્યૂઝ
ગોંડલ તાલુકાના PSIના ઘરે પુત્રીનો જન્મ થયો હોવા છતાં પણ પોતોની ફરજ નિભાવવામાં કચાસ રાખી નથી. નવજાત પુત્રીનું મોઢું જોઈ પીએસઆઈ તુરંત ડ્યુટી પર પહોંચ્યાં હતા.
Gondal PSI
કોરોનાને ધ્યાને રાખી અને તેનાથી બચવા સેનિટાઈઝ થયા બાદ જ PSI હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ પુત્રીનું મોઢું જોયું હતું. પરંતુ કોરોનાના કહેર વચ્ચે રજા મળવી મુશ્કેલ હોય અને તેમ છતાં પણ દિલમાં દેશભક્તિ ધબકતી હોવાથી પીએસઆઇ બાંટવા તુરંત જ ફરી ફરજ પર હાજર થયા હતા.